પુલકિત સમ્રાટે ખુલ્લેઆમ વરુણ શર્માને કરી કિસ, લોકોએ કહ્યું- આ લોકોની વચ્ચે શું ચાલી રહ્યું છે? જુઓ Viral Video

Pulkit Samrat and Varun Sharma Kissing Video: ફિલ્મ ફુકરેના કો સ્ટાર્સ પુલકિત સમ્રાટ અને વરુણ શર્માનો (Varun Sharma) એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને લિપ કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પુલકિત સમ્રાટે ખુલ્લેઆમ વરુણ શર્માને કરી કિસ, લોકોએ કહ્યું- આ લોકોની વચ્ચે શું ચાલી રહ્યું છે? જુઓ Viral Video
Pulkit Samrat - Varun Sharma
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:31 PM

Pulkit Samrat and Varun Sharma Viral Video: બોલિવુડની ટોપ કોમેડી મૂવી સિરીઝમાં એક ‘ફુકરે’ના દરેક પાત્રને લોકો આજે પણ યાદ કરે છે. આ ફિલ્મમાં સાથે કામ કરતા સ્ટાર્સ પણ એકબીજાની ખૂબ જ નજીક છે. આ સ્ટાર્સ જ્યારે પણ મળે છે ત્યારે સાથે મસ્તી કરતા જોવા મળે છે. પરંતુ હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ફિલ્મના બે કો-સ્ટાર વરુણ શર્મા અને પુલકિત સમ્રાટ લિપ કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે?

મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચ્યા વરુણ અને પુલકિત

સોમવારે મોડી રાત્રે વરુણ શર્મા અને પુલકિત સમ્રાટ સાથે સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં એકબીજાને જોઈને બંને ખુશ થઈ ગયા. પરંતુ આ દરમિયાન બંનેએ ભૂલથી કંઈક એવું કરી નાખ્યું કે આ વીડિયો જોઈને લોકો હસવાનું રોકી નહીં શકે. એકબીજાને જોઈને બંનેને ગળે લગાવ્યા અને બંનેએ લિપ કિસ કરી. હવે એ કહેવું મુશ્કેલ છે કે આ ભૂલ થયું કે જાણી જોઈને. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

ટ્વિનિંગ ડ્રેસમાં જોવા મળ્યા બંને એક્ટર

આ દરમિયાન વરુણ અને પુલકિતની નિકટતા જોઈને લોકો બંને પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને સ્ટાર્સે ટ્વિનિંગ વખતે બ્લેક અને બ્લુ ડેનિમ પહેર્યા છે. બંનેને એક સરખા કપડામાં જોવાથી લોકોના મનમાં શંકા થઈ રહી છે. વીડિયોને હજારો વખત શેયર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Cute Viral Video: ભાઈ વિયાનને ઈજા થઈ ત્યારે બહેન સમિષાએ કર્યું આ કામ, ફેન્સે કર્યા વખાણ, જુઓ વીડિયો

લોકો કરી રહ્યા છે કોમેન્ટ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર પુલકિત અને વરુણના ફેન્સ ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, શું આ બંને મિત્રો છે? જ્યારે બીજાએ લખ્યું, “હવે બોલિવુડમાં પણ હોલીવુડની ફીલ આવી રહી છે.” જ્યારે બીજાએ લખ્યું, “તેમની વચ્ચે આ ક્યારે શરૂ થયું?”

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…