ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી પલક તિવારી!, સૈફનો પુત્ર એક્ટ્રેસનું જેકેટ પકડેલો મળ્યો જોવા, જુઓ Video

સૈફ અલી ખાનનો મોટો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) અને શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી (Palak Tiwari) હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ જોડી ઘણીવાર સાથે જોવા મળે છે.

ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી પલક તિવારી!, સૈફનો પુત્ર એક્ટ્રેસનું જેકેટ પકડેલો મળ્યો જોવા, જુઓ Video
Ibrahim Ali Khan - Palak Tiwari
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 23, 2023 | 4:31 PM

બોલિવુડના કોરિડોરમાં હાલમાં એક નવું કપલ જોવા મળી રહી છે. આ કપલ બીજું કોઈ નહીં, પરંતુ સૈફ અલી ખાનનો મોટા પુત્ર ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) અને શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીની (Palak Tiwari) છે. દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે કે ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અત્યાર સુધી બંને ઘણી વખત સાથે એકસાથે જોવા મળી ચૂક્યા છે. આ દરમિયાન ફરી એકવાર આ કપલ એક જ જગ્યાએ એક જ સમયે અલગ-અલગ જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન ફિલ્મ જોવા માટે પીવીઆર પહોંચે છે. આ દરમિયાન તે પાપારાજી સાથે વાતચીત કરતો પણ જોવા મળે છે. ઈબ્રાહિમ અહીં ફિલ્મ બાર્બી જોવા માટે આવ્યો હતો. ઈબ્રાહિમના ગયા પછી થોડીવારમાં પલક તિવારી પણ ફિલ્મ જોવા પહોંચે છે. આ દરમિયાન શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બ્લેક ઓવર સાઈડ જેકેટ, ક્રોપ ટોપ અને ટ્રાઉઝરમાં જોવા મળી હતી. ફેન્સને પણ શ્વેતાની પુત્રીની આ સ્ટાઈલ પસંદ આવી હતી.

(VC: Viral Bhayani Instagram)

પરંતુ બંને ત્યારે પકડાયા જ્યારે ઈબ્રાહીમ અલી ખાન ફિલ્મ જોઈને બહાર આવ્યો. થયું એવું કે ઈબ્રાહીમ ખાલી હાથે અંદર ગયો હતો. પરંતુ જ્યારે તે બહાર આવ્યો તો તેના હાથમાં જેકેટ હતું, તે જેકેટ પલક તિવારી પહેરીને આવી હતી તેવું દેખાતું હતું. ઈબ્રાહિમના હાથમાં એક જેકેટ જોઈને લોકો હવે અંદાજો લગાવી રહ્યા છે કે આ જેકેટ પલક તિવારીનું જ છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સનું માનવું છે કે જ્યારે બંનેએ સાથે જ ફિલ્મ જોવીતી તો પછી તેઓ અલગ અલગ કેમ આવે છે.

(VC: filmygyan Instagram)

આ પણ વાંચો : ‘પુષ્પા-2 ધ રૂલ’નો ડાયલોગ થયો લીક, અલ્લુ અર્જુનને જોઈને ફેન્સ થયાં એક્સાઈટેડ, જુઓ Video

ઘણા યુઝર્સે આ કપલને પસંદ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી બંનેએ કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ તેમને વારંવાર એકસાથે જોવું ફેન્સને વિચારવા પર મજબૂર કરે છે. તમને જણાવી દઈએ કે ઈબ્રાહિમ અલી ખાન જલ્દી જ બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેની બહેન સારા અલી ખાને આ વાતનો ખુલાસો તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. તેને કહ્યું કે ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો