Dharmendra Instagram Post: ધર્મેન્દ્રએ હાલમાં જ એક વીડિયો શેયર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં ધર્મેન્દ્રએ પોતાના પુત્ર અને એક્ટર બોબી દેઓલનો એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં એક્ટર કસરત કરતા જોવા મળે છે. પરંતુ, ખાસ વાત એ છે કે ધર્મેન્દ્રએ વીડિયોની સાથે એક હિંટ પણ આપી છે, જે તેના કેપ્શનમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ધર્મેન્દ્રએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બોબી દેઓલનો એક વીડિયો શેયર કર્યો છે જે જીમ દરમિયાનનો છે. આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે 54 વર્ષની ઉંમરમાં પણ બોબી કેટલી મહેનતની સાથે જીમમાં વર્કઅઉટ કરી રહ્યો છે. આ શેયર કરતી વખતે ધર્મેન્દ્રએ કેપ્શનમાં લખ્યું છે કે ‘મિત્રો, મારો બોબ કોઈ સારા રોલ માટે તૈયાર થઈ રહ્યો છે’.
આ પહેલા પણ 18 માર્ચે ધર્મેન્દ્રએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેને બોબી દેઓલની સાથે સાથે મોટા પુત્ર સની દેઓલની પણ એક તસવીર શેયર કરી હતી. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે કસરત એ પણ ઈબાદત છે… મિત્રો, તે ભલાઈને બચાવે છે. આ વીડિયો પર તેના ફેન્સ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ફેન્સ સાથે પોતાની તસવીરો શેયર કરતો રહે છે.
આ પણ વાંચો: રેમ્પ વોક પર મલાઈકાએ ફેલાવ્યો તેના હુસ્નનો જાદુ ! અંદાજના દિવાના થયા ફેન્સ , જુઓ VIDEO
વર્કફ્રન્ટની વાત કરીએ તો ધર્મેન્દ્ર ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે. હવે તે ફરી એકવાર કમબેક કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ એક્ટર અપકમિંગ ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, પ્રીતિ ઝિંટા, શબાના આઝમી અને જયા બચ્ચન સાથે એક્ટર સ્ક્રીન શેયર કરશે.