Akshay Kumar In Kedarnath Temple : બાબા ભોલેનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચ્યો અક્ષય કુમાર, હર હર મહાદેવના નારા લગાવ્યા, જુઓ Video

Akshay Kumar In Kedarnath: ફિલ્મ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) બાબા ભોલેનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચ્યો છે. તેને ત્યાંથી કેદારનાથ મંદિરની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Akshay Kumar In Kedarnath Temple : બાબા ભોલેનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચ્યો અક્ષય કુમાર, હર હર મહાદેવના નારા લગાવ્યા, જુઓ Video
Akshay Kumar
| Edited By: | Updated on: May 23, 2023 | 6:24 PM

Akshay Kumar In Kedarnath Temple: બોલિવુડ એક્ટર અક્ષય કુમાર  (Akshay Kumar) બાબા ભોલેનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર કેદારનાથ મંદિરની તસવીર મૂકી છે અને કેપ્શનમાં લખ્યું છે જય બાબા ભોલેનાથ. બરફીલા પહાડોની વચ્ચે કેદારનાથ મંદિરની આ તસવીરની સાથે તેને હર હર શંભુનું ભજન પણ મૂક્યું છે.

કેદારનાથ પહોંચવાના અક્ષય કુમારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં તે બાબા કેદારનાથ મંદિરની અંદર જોવા મળે છે. બ્લેક કલરનું પેન્ટ અને બ્લેક ટી-શર્ટ પહેરીને અક્ષય કુમાર બાબાની ભક્તિમાં લીન થઈને ભોલેનાથ મંદિરે ગયો.

જ્યારે અક્ષય કુમાર ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં આજુબાજુ ભીડ એકઠી થઈ ગઈ હતી. ભોલેનાથના દર્શન કરીને જ્યારે તે મંદિરની બહાર આવ્યો ત્યારે તેને ફેન્સને હાથ જોડીને અભિવાદન પણ કર્યું હતું. મંદિરની અંદર અક્ષયના કપાળ પર ચંદન પણ લગાવેલું જોવા મળે છે અને તેને ઓમ નમઃ શિવાય લખેલો એક પટ્ટો પણ પહેરેલો જોવા મળે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અક્ષય કુમાર પણ ત્યાં હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છે. તેની સુરક્ષા માટે ઘણા પોલીસકર્મીઓ પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગના સિલસિલામાં આજે દેહરાદૂન ગયો હતો. આ દરમિયાન સમય કાઢીને તેઓ બાબાના દર્શન કરવા હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચ્યો હતો. હાલમાં તેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : વિકી-સારાએ ચૂલા પર બનાવી રોટલી, જયપુરમાં કરી શોપિંગ, Videoમાં જોવા મળી દેશી સ્ટાઈલ

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મો

અક્ષય કુમારની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે સેલ્ફી ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે ઈમરાન હાશમી પણ હતો. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરી શકી ન હતી. અક્ષયની અપકમિંગ ફિલ્મ ઓહ માય ગોડ 2 છે. આ સિવાય અક્ષય ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં પણ કામ કરતો જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો