અજય દેવગનની ‘મેદાન’ને વારંવાર પોસ્ટપોન રાખવા પર બોની કપૂરે શું કહ્યું, આવતા અઠવાડિયે મળી શકે છે મોટું અપડેટ

|

Sep 26, 2023 | 7:49 PM

અજય દેવગનની ફિલ્મ 'મેદાન'ની (Maidan) ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મના મેકર બોની કપૂરે તેને પોસ્ટપોન અને ઓવર બજેટ હોવાની વાત કરી છે. બોની કપૂરે કહ્યું કે ફિલ્મના VFX પર કામ ચાલી રહ્યું છે. મેદાનમાં ભારતીય ફૂટબોલના ગોલ્ડન એરાની 1952 થી 1962 સુધીના સ્ટોરી બતાવવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગન લીડ રોલ પ્લે કરી રહ્યો છે. મેદાનની રિલીઝ ડેટને લઈને અપડેટ આગામી સપ્તાહમાં બહાર આવી શકે છે.

અજય દેવગનની મેદાનને વારંવાર પોસ્ટપોન રાખવા પર બોની કપૂરે શું કહ્યું, આવતા અઠવાડિયે મળી શકે છે મોટું અપડેટ
Ajay Devgn movie Maidan
Image Credit source: Social Media

Follow us on

અજય દેવગનની સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ ‘મેદાન‘ (Maidan) કોરોના સમયગાળા દરમિયાન નવેમ્બર 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે ફિલ્મ પોસ્ટપોન રાખવામાં આવી હતી. મેદાનનું ટીઝર માર્ચ 2023માં રિલીઝ થયું હતું, પરંતુ ફિલ્મની રિલીઝને પોસ્ટપોન રાખવામાં આવી રહી છે. અગાઉ સમાચાર હતા કે મેદાન જૂનમાં રિલીઝ થશે, પરંતુ હવે ફિલ્મના મેકર બોની કપૂરે કહ્યું છે કે ફિલ્મમાં હજુ કામ કરવાનું બાકી છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, પરંતુ VFX પર કામ ચાલી રહ્યું છે. મેદાનમાં ભારતીય ફૂટબોલના ગોલ્ડન એરાની 1952 થી 1962 સુધીના સ્ટોરી બતાવવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગન લીડ રોલ પ્લે કરી રહ્યો છે.

એક ઈન્ટરવ્યુમાં મેદાનના નિર્માતા બોની કપૂરે કહ્યું, “ચેન્નાઈમાં મેં લગભગ 300 લોકો સાથે ફિલ્મના કેટલાક ભાગો જોયા. લોકોને ફિલ્મની ઝલક ખૂબ જ પસંદ આવી રહી છે. મેદાનનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ફિલ્મના VFX પર કામ ચાલી રહ્યું છે, જેના કારણે થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ ફિલ્મનું બજેટ વધારવામાં આવ્યું નથી. મેદાન વિશે બોની કપૂરે કહ્યું કે આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જે લાંબા સમય સુધી મોટા પડદા પર રહેશે. દંગલ જેવી આ એક અનોખી ફિલ્મ છે, જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે.

ટૂંક સમયમાં સામે આવી શકે છે રિલીઝ ડેટ

મેદાનની રિલીઝ ડેટને લઈને અપડેટ આગામી સપ્તાહમાં બહાર આવી શકે છે. પરંતુ મેકર્સનું કહેવું છે કે તેમને ફિલ્મ રિલીઝ કરવાની કોઈ ઉતાવળ નથી. અજય દેવગન સાથે સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ મેદાનમાં જોવા મળશે. આ ફિલ્મ બોની કપૂર, આકાશ ચાવલા અને અરુણવ રોય સેન ગુપ્તા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. મેદાનનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ શર્માએ કર્યું છે.

Post Office ની આ સ્કીમમાં તમને મળશે ડબલ વ્યાજ, જાણો વિગત
વરુણ ધવને ગુજરાતી થાળી જમીને કહ્યું મજા આવી ગઈ, જુઓ ફોટો
જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?

આ પણ વાંચો: પતિ રાઘવ સાથે Umbrella ડાન્સ કરતા કરતા એન્ટ્રી કરી પરિણીતીએ, લગ્નના ઈનસાઈડ Video Viral થયા

આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોની વાત કરીએ તો બોક્સ ઓફિસ પર ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો પાઈપલાઈનમાં છે. આ વર્ષે રિલીઝ થનારી મોટી ફિલ્મોમાં ટાઈગર 3, એનિમલ અને ડંકી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આવામાં મેકર્સે ચોક્કસ તારીખ માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article