AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : અજય દેવગનના કારણે હજી પણ સિંગલ છે તબુ, જાણો શું છે તેની પાછળનું કારણ

અભિનેત્રીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે જો હું આજ સુધી સિંગલ છું તો તેનું કારણ અજય દેવગન છે. તબ્બુએ કહ્યું હતું કે, મારા પિતરાઈ ભાઈ સમીર આર્ય અને અજય દેવગન પાડોશી હતા. બંને મારા પર નજર રાખી મારી પાછળ ચાલ્યા કરતા.

Birthday Special : અજય દેવગનના કારણે હજી પણ સિંગલ છે તબુ, જાણો શું છે તેની પાછળનું કારણ
Birthday Special: At the age of 14, Tabu started working in films.
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 8:56 AM
Share

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી તબ્બુ આજે તેનો 51મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 4 નવેમ્બર 1970ના રોજ હૈદરાબાદના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. અભિનેત્રી 90ના દાયકાથી તેના શાનદાર અભિનયથી લોકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. તે પોતાના કરીયરમાં સક્સેસફુલ છે અને તેણે કુંવારા રહેવાનો નિર્ણય લીધો છે. આજે તબ્બુના જન્મદિવસ પર અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક એવી વાતો વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોય.

તબ્બુએ નાની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રીને પહેલી તક દેવ આનંદે ‘હમ નૌજવાન’થી આપી હતી. તે સમયે તબ્બુ માત્ર 14 વર્ષની હતી અને તેણે બળાત્કાર પીડિતાનો રોલ કર્યો હતો. તેમની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

તબ્બુએ અભિનેત્રી તરીકે 1991માં વેંકટેશની સામે તેલુગુ ફિલ્મ કુલી નંબર 1માં પ્રવેશ કર્યો હતો.અભિનેત્રીની પહેલી બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહી. આ પછી અભિનેત્રીએ ‘વિજયપથ’માં અજય દેવગન સાથે કામ કર્યું હતું. આ પછી અભિનેત્રીએ પાછું વળીને જોયું નથી. પોતાની કારકિર્દીમાં તેણે બીવી નંબર 1, હુતુતુ, હેરા ફેરી, મકબૂલ, ચીની કમ, હૈદર, દે દે પ્યાર દે, ભૂલ ભુલૈયા 2 સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

તબ્બુની આટલી સારી કારકિર્દી હોવા છતાં તે હજુ પણ સિંગલ છે. અભિનેત્રીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે જો હું આજ સુધી સિંગલ છું તો તેનું કારણ અજય દેવગન છે. તબ્બુએ કહ્યું હતું કે, મારા પિતરાઈ ભાઈ સમીર આર્ય અને અજય દેવગન પાડોશી હતા. બંને મારા પર નજર રાખી મારી પાછળ ચાલ્યા કરતા. જો કોઈ છોકરો મારી નજીક આવતો તો બંને તેને માર મારતા. તેણે વધુમાં કહ્યું કે હું અજય દેવગનના કારણે સિંગલ છું. અભિનેત્રીએ કહ્યું, અજય મારો ખૂબ સારો મિત્ર છે અને અમે બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તે મારા માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે.

આ પણ વાંચો –

‘કોપીમાસ્ટર’ કેજરીવાલે મારી મફત તીર્થયાત્રા યોજનાની કરી નકલ’, પ્રમોદ સાવંતે ચૂંટણી વચનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 04 નવેમ્બર: ગ્રહોની સ્થિતિ સાનુકૂળ છે, આજે સંજોગોમાં સકારાત્મક પરિવર્તન આવશે અને યોગ્ય તકો પ્રાપ્ત થશે

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">