બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ પરવીન બાબી (Parveen Babi) આજે દુનિયામાં નથી, પરંતુ તેણે કરેલી તમામ ફિલ્મો ઘણી હિટ સાબિત થઈ છે. તેમણે મુખ્યત્વે હિન્દી સિનેમામાં (Hindi Cinema) કામ કર્યું છે. 70-80ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાં પરવીન બાબીનું નામ આવતું હતું. પરવીન બાબી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં (Blockbuster Films) જોવા મળી છે. આ ફિલ્મોમાં દીવાર, અમર અકબર એન્થની, શાન અને નમક હલાલનો સમાવેશ થાય છે. 15 વર્ષની તેમની શાનદાર કારકિર્દીમાં પરવીન બાબીએ 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
પરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ 1949ના રોજ ગુજરાતના જૂનાગઢમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. પરવીન બાબીના પિતા વલી મોહમ્મદ બોબી જૂનાગઢમાં નવાબ હતા. પરવીન બાબી તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. પરવીન બાબીનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાંથી થયું હતું, ત્યારબાદ તેણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
પરવીન બાબીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, ત્યારપછી તેને તેના જીવનની પહેલી ફિલ્મ ‘ચરિત્ર’ મળી હતી. જોકે, આ ફિલ્મ સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી પરવીન બાબીને બીજી ઘણી ફિલ્મો મળી, જેમાંથી તેની સૌથી મોટી હિટ ફિલ્મ ‘મજબૂર’ હતી. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. તે એક ગ્લેમરસ અભિનેત્રી રહી ચુકી છે અને તે પેશન આઇકોન તરીકે પણ જાણીતી હતી.
તેણીના બોલિવૂડ ડેબ્યુના 2-3 વર્ષમાં, તેણીએ એટલી પ્રસિદ્ધિ મેળવી કે, તેણીને ટાઇમ મેગેઝીનના કવર પર દર્શાવવામાં આવી. ટાઇમ મેગેઝીનના કવર પર જોવા મળેલી તે પ્રથમ બોલિવૂડ સ્ટાર હતી. પરવીન બાબીનું સ્ટારડમ અને જાદુ લોકો અને નિર્માતા-નિર્દેશકના પર પાથરી દેતા હતા. દરેક જણ તેને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરવા માંગતા હતા.
તેણે અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મો કરી. જેમાં સુહાગ, મજબૂર, દીવાર, દેશપ્રેમી, નમક હલાલ, કાલા પથ્થર, કાલિયા અને અમર અકબર એન્થની જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. અમિતાભ સાથે પરવીનની જોડી હિટ ગણાતી હતી. પરવીન બાબી એક એવી અભિનેત્રી હતી જેણે અમિતાભ સિવાય શશી કપૂર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, રૂષિ કપૂર અને પીરોજ ખાન જેવા તે યુગના તમામ મુખ્ય એક્ટરો સાથે કામ કર્યું હતું.
પરવીન બાબી પોતાના જીવનમાં આટલી ફિલ્મો કર્યા પછી પણ એકલવાયા હતા. તે મુંબઈમાં એકલી રહેતી હતી. 20 જાન્યુઆરી 2005ના રોજ અચાનક તેમનું અવસાન થયું. તેના પાડોશીઓએ જણાવ્યું હતું કે, તે ત્રણ દિવસથી અખબાર અને દૂધ લેવા માટે ઘરની બહાર નથી આવી, ત્યારબાદ તે તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. મૃત્યુના કારણ વિશે વાત કરીએ તો, તેના અંગો નિષ્ફળ થઈ ગયા હોવાનું કહેવાય છે પરંતુ કેટલાક લોકોના જણાવ્યા અનુસાર તેણે આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો: Chaitra Navratri 2022: નવરાત્રિના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા, આ છે મંત્ર