Birth Anniversary: મિર્ઝા ગાલિબ આજે પણ લોકોના દિલ પર કરે રાજ, તેમના જીવન પર બની છે આ ફિલ્મો અને સિરિયલ

|

Dec 27, 2021 | 3:00 PM

મહાન કવિ મિર્ઝા ગાલિબને કોઈ ઓળખની જરૂર નથી. તેમના શેર આજે પણ લોકોના હોઠ પર છે. ગાલિબના જીવન પર અનેક પુસ્તકો લખવાની સાથે સાથે ફિલ્મો પણ બની છે. એટલું જ નહીં તેમના જીવન પર એક ટીવી સિરિયલ પણ બનાવવામાં આવી હતી.

Birth Anniversary: મિર્ઝા ગાલિબ આજે પણ લોકોના દિલ પર કરે રાજ, તેમના જીવન પર બની છે આ ફિલ્મો અને સિરિયલ
Mirza Ghalib

Follow us on

મહાન કવિ મિર્ઝા ગાલિબને કોઈ ઓળખની જરૂર નથી. તેમના શેર આજે પણ લોકોના હોઠ પર છે. તેમની શાયરી વગર પ્રેમની વાત કરવી શક્ય નથી. તેમની કવિતા અને તેમનું નામ આજે પણ જીવંત છે. ગાલિબનો જન્મ 27 ડિસેમ્બર 1796ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો. ગાલિબને તેમની શેર-ઓ-શાયરીને કારણે સર્વત્ર ઓળખ મળી છે.

ગાલિબના જીવન પર અનેક પુસ્તકો લખવાની સાથે સાથે ફિલ્મો પણ બની છે. એટલું જ નહીં તેમના જીવન પર એક ટીવી સિરિયલ પણ બનાવવામાં આવી હતી. એટલું જ નહીં ગાલિબના જીવન પર ઘણી શોર્ટ ફિલ્મો પણ બની છે. તો આજે મિર્ઝા ગાલિબના જન્મદિવસ પર અમે તમને તેમના જીવન પર બનેલી ફિલ્મ અને સિરિયલ વિશે જણાવીએ.

મિર્ઝા ગાલિબ ફિલ્મ

1954માં પહેલીવાર મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં અભિનેતા ભારત ભૂષણ નજપ આવ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન સોહરાબ મોદીએ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી સુરૈયા ભારત ભૂષણ સાથે જોવા મળી હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત ફિલ્મે સૌના દિલ જીતી લીધા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મિર્ઝા ગાલિબ સિરિયલ

ગાલિબને ખૂબ પસંદ કરવામાં આવતા હતા. જેના કારણે તેમના જીવન પર ફિલ્મની સાથે સિરિયલ પણ બનાવવામાં આવી હતી. આ સિરિયલમાં નસીરુદ્દીન શાહ ગાલિબના રોલમાં જોવા મળ્યા હતા. આ શોના દરેક એપિસોડની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગુલઝારે આ શો લખ્યો હતો. આ શોની ખાસ વાત એ હતી કે તેમાં જગજીત સિંહ દ્વારા ગાયેલી ગઝલો પણ બતાવવામાં આવી હતી. નસીરુદ્દીન શાહની કારકિર્દી માટે આ શો ઘણો સારો સાબિત થયો.

પાકિસ્તાની ફિલ્મ

ગાલિબને ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમના જીવન પર પાકિસ્તાનમાં પણ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં એક્ટર સુધીર લીડ રોલમાં જોવા મળ્યા હતા. પાકિસ્તાનમાં પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 1961માં રિલીઝ થઈ હતી.

તમને જણાવી દઈએ કે મિર્ઝા ગાલિબના જીવન પર ઘણી ટૂંકી ફિલ્મો પણ બની છે, જે ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આજે પણ ચાહકો ગાલિબ પર બનેલી ફિલ્મો જોવાનું પસંદ કરે છે.

 

આ પણ વાંચો: નવા વર્ષમાં બમ્પર નોકરીઓ આવશે, પરંતુ કોરોનાનું નવું સ્વરૂપ ચિંતા વધારી શકે છે

આ પણ વાંચો: AIIMS Recruitment 2021: AIIMS ગોરખપુરમાં પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Published On - 2:59 pm, Mon, 27 December 21

Next Article