
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. એક્ટ્રેસના ઘરમાં નાની પરી આવી છે. બિપાશા બાસુએ દીકરીને જન્મ આપ્યો છે. કરણ સિંહ ગ્રોવર પિતા બન્યો. આ સમયે એક્ટ્રેસના પરિવારના ઘરમાં ખુશીનો માહોલ છે. આ કપલ ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યું હતું. આ જોડીના ફેન્સ ઘણા સમયથી આ સમાચારની રાહ જોઈ રહ્યા હતા. બિપાશાના માતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.
દરેક લોકો એક્ટ્રેસને અભિનંદન આપી રહ્યા છે. ફેમસ કપલના ઘરે લક્ષ્મીનું આગમન થયું છે. મળતી માહિતી મુજબ એક્ટ્રેસે આજે સવારે એટલે કે શનિવારે તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. કરણ સિંહ ગ્રોવર પિતા બનવાથી ખૂબ જ ખુશ છે. આ કપલના લગ્નને 6 વર્ષ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસે તેની પ્રેગ્નેન્સીના સમાચાર તેના ફેન્સ સાથે શેયર કર્યા હતા.
બિપાશા બાસુએ ઓગસ્ટ મહિનામાં પોતાની પ્રેગ્નન્સીના સમાચાર ફેન્સ સાથે શેયર કર્યા હતા. એક્ટ્રેસે તેના પ્રેગ્નન્સી પીરિયડને ઘણો એન્જોય કર્યો છે. હવે તે માતા બની ગઈ છે. બિપાશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની પ્રેગ્નન્સીના ઘણા મેટરનિટી ફોટોશૂટ શેયર કર્યા છે. જેને જોયા બાદ ફેન્સ તેમના બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે બિપાશા અને કરણ માતા-પિતા બની ગયા છે.
તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુ દરમિયાન બિપાશા બાસુએ કહ્યું હતું કે તે એક દીકરીની ઈચ્છા રાખે છે. તે હંમેશા ઈચ્છતી હતી કે ઘરમાં એક બેબી ગર્લ આવે. આ સિવાય તેણે એમ પણ કહ્યું હતું કે અમે બાળકનું પ્લાનિંગ પહેલા કર્યું હતું.
તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના એપ્રિલ 2016માં લગ્ન થયા હતા. લગ્નના 6 વર્ષ પછી પણ બંને વચ્ચે શાનદાર બોન્ડિંગ છે. આ જ કારણ છે કે બિપાશા અને કરણને આઈડિયલ કપલ પણ માનવામાં આવે છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સની જોડીને ખૂબ પસંદ કરે છે. એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની પહેલી મુલાકાત ફિલ્મ ‘અલોન’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મના નિર્દેશક ભૂષણ પટેલ હતા. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. બંનેએ વર્ષ 2015માં ડેટિંગ શરૂ કરી હતી અને બીજા જ વર્ષે લગ્ન કરી લીધા હતા.
Published On - 3:32 pm, Sat, 12 November 22