
નાના ગામડાં કે શહેરોમાં રહેતા કલાકારો માટે સોશિયલ મીડિયા એક મોટું પ્લેટફોર્મ બનીને ઉભરી આવ્યું છે. જેમની કલા આગળ વધી શકતી નથી. આજના સમયમાં ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો વાયરલ થાય છે. જે સીધા લોકોના દિલને સ્પર્શી જાય છે. તાજેતરમાં બિહારમાં રહેતા અમરજીત જયકર નામના છોકરાના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા બનાવી હતી. આ છોકરાએ પોતાની ગાયકીથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા.
આ પણ વાંચો : Sonu Sood Video: ગુટખા ખાનાર વ્યક્તિનો સોનુ સુદે લીધો ક્લાસ, જુઓ Viral Video
અમરજીત જયકરનો અવાજ સાંભળીને બોલિવૂડ એક્ટર સોનુ સૂદ પણ તેના દિવાના થઈ ગયા હતા, જે બાદ સોનુ સૂદે તેને મુંબઈ બોલાવ્યો હતો. આ માહિતી અમરજીતે પોતે આપી હતી. તેણે કહ્યું કે, સોનુ સૂદે તેને તેની આગામી ફિલ્મ ફતેહમાં ગાવાની તક આપી છે અને હવે અમરજીત અભિનેતાને મળવા મુંબઈ પહોંચી ગયો છે.
बिहार का नाम ऊँचा करेगा भाई❤️ https://t.co/MArd7MLhyG
— sonu sood (@SonuSood) February 27, 2023
મુંબઈ ગયા પછી અમરજીત સોનુ સૂદને મળ્યો છે, જેનો ફોટો તેણે ટ્વિટર પર શેર કર્યો છે. જે ફોટો સામે આવ્યો છે તેમાં સોનુ સૂદ અમરજીતના ખભા પર હાથ રાખતો જોવા મળે છે. આ તસવીરને પોસ્ટ કરતા અમરજીતે કેપ્શનમાં લખ્યું છે કે, “તમે જ છો જેના કારણે મને આખા ભારતમાં થોડી ઓળખ મળી છે, સોનુ સૂદ સર.” અમરજીતની આ તસવીરને સોનુ સૂદે રીટ્વીટ કરી છે અને લખ્યું છે કે, બિહારનું નામ ઉંચુ થશે ભાઈ. વધુમાં અભિનેતાએ રેડ હાર્ટ ઇમોજી પણ મુકી દીધી છે.
સોનુ સૂદ સાથે અમરજીતનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો અભિનેતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, “પ્રાઉડ ઓફ યુ સોનુ સૂદ સર.” અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, તમે ગરીબોના મસીહા છો. અન્ય એક યુઝરે લખ્યું, “આપ મિલ ગયે તો જહાં મિલ ગયા.” તે જ સમયે, એક વ્યક્તિએ સોનુ સૂદને રિયલ હીરો કહ્યો. તમને જણાવી દઈએ કે, સોનુ સૂદે કોરોના મહામારી દરમિયાન ઘણા લોકોની મદદ કરી હતી અને ત્યારથી તે હંમેશા ગરીબો માટે ઉભા જોવા મળે છે. તેના ચાહકોને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવે છે.