Bigg Boss 19 : બિગ બોસના ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક માટે આ બે નામો ફાઇનલ થયા

બિગ બોસ 19ના ઘરમાંથી કુનિકા સદાનંદ ઘરથી બહાર થઈ ચૂકી છે. ફિનાલેના 2 અઠવાડિયા પહેલા તે એલિમિનેટ થઈ ગઈ છે. હવે આ અઠવાડિયા તમામ સ્પર્ધકો ઘરથી બેઘર થવા માટે નોમિનેટ થયા છે. તેમજ બિગ બોસ ટિકિટ ટુ ફિનાલેમાં પણ એક ટ્વિસ્ટ આવ્યો છે.

Bigg Boss 19 : બિગ બોસના ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક માટે આ બે નામો ફાઇનલ થયા
| Updated on: Nov 24, 2025 | 4:54 PM

બિગ બોસ 19ના ફિનાલેને હવે થોડો સમય રહ્યો છે, જલ્દી આ શોનો વિજેતા મળી જશે. ત્યારે દરેક સ્પર્ધક ફિનાલેમાં પોતાનું સ્થાન બનાવવા માટે રેસમાં છે. તેમજ ચાહકોમાં પણ ટિકિટ ટુ ફિનાલેનો ઉત્સાહ વધી રહ્યો છે. બિગ બોસ ઘરના સભ્યો સામે એક નવો ટ્વિસ્ટ લઈને આવ્યા છે. ફિનાલેના 2 અઠવાડિયા પહેલા કુનિકા સદાનંદ ઘરમાંથી બહાર થઈ છે. તેમજ હવે આખું ઘર નોમિનેટ થયું છે. ત્યારે બિગ બોસ ઘરના સભ્યો સામે એક ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક લઈને આવ્યા છે. જેમાં જીતનાર સભ્યો સીધા ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લેશે. જેમાં એક ટ્વિસ્ટ જોવા મળશે. જેને લઈ ઘરના સભ્યો વચ્ચે ઝગડો જોવા મળશે.

ટિકિટ ટુ ફિનાલે ટાસ્કમાં મચી ધમાલ

ફાઇનલ પહેલા, બિગ બોસ ઘરના સભ્યોને ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક આપીને સીધા જ ફિનાલેમાં આગળ વધવાની તક આપશે,બિગ બોસ ઘરના સભ્યોને આ ટાસ્કને એક મોટો વળાંક આપશે. તે શેહબાઝ અને માલતીને એસેમ્બલી રૂમમાંથી બહાર નીકળવા કહે છે અને પછી ઘરના સભ્યોને પૂછે છે કે શું તેઓ ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક માટે લાયક હોવા જોઈએ, કારણ કે તેઓ વાઇલ્ડ કાર્ડ તરીકે શોમાં પ્રવેશ્યા હતા. ઘરના સભ્યોએ હા કે ના જવાબ આપવાનો હતો. પ્રણિત, અમલ, તાન્યા અને ગૌરવે “હા” મત આપ્યો, જ્યારે અશ્નૂર અને ફરહાનાએ “ના” મત આપ્યો. મતોની સંખ્યા વધુ હોવાથી, શેહબાઝ અને માલતી ટિકિટ ટુ ફિનાલે રેસ માટે લાયક બનશે.

કોણ કોણ નોમિનેટેડ છે?

બિગ બોસે તાજેતરમાં એક નોમિનેશન ટાસ્ક જાહેર કર્યો હતો, જેમાં બધા ઘરના સભ્યોએ એવા સ્પર્ધકોના નામ આપવાના હતા જેમને તેઓ બહાર કાઢવા માંગતા હતા. પરિણામે, બધા 8 ઘરના સભ્યોને નોમિનેટ કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે, આ અઠવાડિયે, ગૌરવ ખન્ના, માલતી ચહર, શાહબાઝ બદેશા, અશ્નૂર કૌર, તાન્યા મિત્તલ, અમલ મલિક, પ્રણિત મોરે અને ફરહાના ભટ્ટ બધા જ બહાર થવાના ભયનો સામનો કરી રહ્યા છે, અને મીડ વીક એવિક્શનની પણ જોરદાર ચર્ચા ચાલી રહી હતી.

 

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, અહી ક્લિક કરો