Bigg Boss 16: ટીના થઈ ગઈ ઈમોશનલ, જાણો શાલીન માટે કેમ કહી આ વાત

ટીવીની ફેમસ એક્ટ્રેસ ટીના દત્તા અને શાલીન ભનોટની મિત્રતા બિગ બોસ 16માં (Bigg Boss 16) દર્શકો વચ્ચે ખૂબ ફેમસ છે. થોડા દિવસો પહેલા જ ટીનાએ શાલીન સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ટીનાએ શાલીનને આઈ લવ યુ કહ્યું હતું તેનો વીડિયો વાયરસ થયો છે.

Bigg Boss 16: ટીના થઈ ગઈ ઈમોશનલ, જાણો શાલીન માટે કેમ કહી આ વાત
Shalin Bhanot-Tina Dutta
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Dec 04, 2022 | 10:55 PM

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16 શોમાં સામેલ થનાર ફેન્સે ટીના દત્તા અને શાલીનને ઘણા સવાલો પૂછ્યા હતા. આ જ કારણ છે કે હવે ટીના દત્તાએ નક્કી કર્યું છે કે તે શાલીનથી દૂર રહેશે. કલર્સ ટીવી દ્વારા શેયર કરવામાં આવેલા વીડિયોમાં આપણે બધા જોઈ શકીએ છીએ કે ટીના દત્તા શાલીનને કહી રહી છે, “જો હું તારી કેયર કરું છું. જો હું તમારી સાથે અલગ રીતનું વર્તન કરું છું. પરંતુ લોકો આનો ખોટો અર્થ કાઢી રહ્યા છે. હું નથી ઈચ્છતી કે લોકો આનો અર્થ કરીને એમ કહે કે મારા કારણે તારી જિંદગી અટકી ગઈ છે અને હું તને જીવવા નથી દેતી.”

જાણો કેમ ગુસ્સે છે ટીના દત્તા

ટીનાની વાત સાંભળ્યા પછી શાલીન તેને સમજાવતો જોવા મળે છે કે “શું આપણે ફેક છીએ? જો આપણે ફેક હોય તો આરોપીની જેમ આપણે ઊભા હોત, સૌંદર્યા અને ગૌતમ નહીં.” પરંતુ ટીના શાલીનની વાત માનવા તૈયાર ન હતી. ટીનાએ કહ્યું કે “જો કોઈને મારા કારણે સાંભળવા મળે છે કે તેની ગેમ ખરાબ થઈ રહી છે તો તે મારી પાછળ ભાગી રહ્યો છે. જે બિલકુલ સાચી વાત નથી. તેથી હું નથી ઈચ્છતી કે તે વ્યક્તિ વિશે બહાર ખોટી વસ્તુઓ બતાવવામાં આવે.

અહીં જુઓ શાલીન અને ટીનાનો વીડિયો

જાણો શું છે ટીનાનું કહેવું

શાલીન ફરી એકવાર ટીનાને કહેતો જોવા મળે છે કે “આજે મારી અને અંકિત વચ્ચે જોરદાર ચર્ચા થઈ, જ્યાં મેં તેને કહ્યું કે બિગ બોસ ટીના માટે એક ગેમ છે, પરંતુ મારા માટે તે એક રિયાલિટી શો છે જેમાં લોકો ગેમ રમે છે. જેમાં લોકો ગેમ રમે છે, પરંતુ હું આને ગેમ નથી માનતો. પણ ટીના શાલીનની વાત સાથે સહમત ન હતી. ટીનાએ કહ્યું, “આખરે આ એક ગેમ છે, પરંતુ તમે મારી વાત સાંભળવા માંગતા નથી. તેથી જ હું તારાથી દૂર રહેવા માંગુ છું.”

એકબીજાથી દૂર થશે ટીના અને શાલીન?

ટીના અને શાલીન એકબીજાથી દૂર રહેશે કે પછી તેઓ મિત્રો બનીને રહેશે હવે તે જોવાનું રસપ્રદ રહેશે. ગઈકાલના એપિસોડમાં શાલીને ટીનાને પૂછ્યું, ‘શું તે તેને પ્રેમ કરે છે?’ તેના દ્વારા પૂછવામાં આવેલા આ સવાલનો જવાબ આપતા ટીનાએ કહ્યું હતું કે ‘જો તેણે આ સવાલ કેમેરા સામે આ ઘરથી દૂર બીજે ક્યાંય પૂછ્યો હોત તો તેનો જવાબ અલગ હોત’.