‘ભાભી જી ઘર પર હૈં’ ફેમ ‘અનિતા’ને યાદ આવ્યું પોતાનું ગામડું, ચૂલા પર બનાવ્યું જમવાનું, જુઓ Video

પોપ્યુલર સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ'ની ગોરી મેમ એટલે કે એક્ટ્રેસ સૌમ્યા ટંડન (Saumya Tandon) હાલમાં ગામડાની ગોરી બની ગઈ છે. હાલમાં જ આ એક્ટ્રેસ ગામડાની લાઈફ એન્જોય કરતી જોવા મળી છે. સૌમ્યા ટંડને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો અને જણાવ્યું છે કે ગામમાં તેનો દિવસ શાનદાર રહ્યો.

ભાભી જી ઘર પર હૈં ફેમ અનિતાને યાદ આવ્યું પોતાનું ગામડું, ચૂલા પર બનાવ્યું જમવાનું, જુઓ Video
Saumya Tandon
| Edited By: | Updated on: Apr 06, 2023 | 9:59 PM

‘ભાભી જી ઘર પર હૈ’ ટીવીની ખૂબ જ પોપ્યુલર કોમેડી સીરિયલ છે. આ કોમેડી-ડ્રામા સિરિયલ વર્ષોથી તેના દર્શકોને હસાવી રહી છે. પરંતુ આ શોના ઘણા કલાકારો બદલાયા છે, પરંતુ ફેન્સ હજી પણ પાત્રોને એટલો જ પ્રેમ આપે છે. શિલ્પા શિંદે અને સૌમ્યા ટંડન બંનેને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી. ‘ભાભી જી ઘર પર હૈં’માં અનીતા ઉર્ફે ‘ગોરી મેમ’નું પાત્ર ભજવનાર એક્ટ્રેસ સૌમ્યા ટંડન આ દિવસોમાં ફરી એકવાર ચર્ચામાં છે.

ગામડાની ગોરી બની સૌમ્યા

સૌમ્યા ટંડન હાલમાં એક ગામડામાં ગઈ હતી. આ એક્ટ્રેસે પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કરીને આ વાતની જાણકારી આપી છે. આ વીડિયોમાં એક્ટ્રેસના ગામડામાં વિતાવેલા આખા દિવસની ઝલક જોવા મળે છે. ગામમાં ગયા પછી સૌમ્યા ટંડન શહેરની ‘ગોરી મેમ’ બની ગઈ હતી અને ગામડાની ‘ગોરી’ બની ગઈ હતી.

અહીં જુઓ વાયરલ વીડિયો

કાચા માટીના બનેલા મકાનમાં પરિવાર સાથે રહેતી હતી એક્ટ્રેસ

આ વીડિયોમાં એક્ટ્રેસે કહ્યું કે તે ગામમાં કાચા માટીના બનેલા મકાનમાં પરિવાર સાથે રહેતી હતી. તેણે ચૂલા પર જમવાનું બનાવ્યું અને કૂવામાંથી પાણી પણ ખેંચ્યું. સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવેલા આ વીડિયોમાં આ એક્ટ્રેસ માટીના વાસણ બનાવવાનો પ્રયાસ કરતી અને લાકડાથી ચૂલો સળગતી જોવા મળે છે.

આ પણ વાંચો : Viral Video: મુકેશ અંબાણીની ઈવેન્ટમાં પાન ખાતો જોવા મળ્યો શાહરૂખ ખાન, વીડિયોને જોઈને ફેન્સ થઈ ગયા ખુશ

એક્ટિંગમાંથી લીધો બ્રેક

એક્ટ્રેસનો આ દેશી લુક જોઈને તેના ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા છે. આ સાથે સૌમ્યાએ એ પણ જણાવ્યું કે આ અનુભવ તેના માટે ખૂબ જ શાનદાર હતો. તમને જણાવી દઈએ કે, સૌમ્યા ટંડને હાલમાં એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. આ દિવસોમાં એક્ટ્રેસ તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે અને તેની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…