The Kerala Story Screening : અદા શર્માની ફિલ્મ ધ કેરળ સ્ટોરી અંગે સતત હંગામો ચાલી રહ્યો છે. દરમિયાન ગઈ કાલે દિલ્હીના જેએનયુ કેમ્પસમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં અદા શર્મા, ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેન અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ પણ હાજર હતા. ફિલ્મની રિલીઝ પહેલા જ આ મુદ્દે ઉગ્ર રાજનીતિ ચાલી રહી છે. કેરળ સરકારે ફિલ્મ પર રાજ્યની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : The Kerala Story : ‘ધ કેરલ સ્ટોરી’ની રિલીઝ પર સ્ટે માંગતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર
ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન સુદીપ્તો સેને કહ્યું હતું કે, “લોકોએ તેને જોવી જોઈએ, જો લોકોને આ ફિલ્મ ગમશે, તો તે મારો સૌથી મોટો એવોર્ડ હશે.” ‘ધ કેરલ સ્ટોરી’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પર તેણે કહ્યું, ‘ અમને કોર્ટમાં પૂરો વિશ્વાસ છે. કોર્ટે પહેલા જ એક રિપોર્ટમાં કહ્યું છે કે ફિલ્મ કલાનો એક ભાગ છે. આ અપ્રિય ભાષણ નથી. તેથી, અમને લાગે છે કે અમને ન્યાય મળશે. અંતે સત્યનો જ વિજય થાય છે.
નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ અને ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજરી આપનારી અભિનેત્રી અદા શર્માએ પણ જેએનયુના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યું- ‘તમારી જવાબદારી છે કે આ ફિલ્મ લોકોને કેવી રીતે બતાવવી અને કેવા પ્રકારની ચર્ચા થવી જોઈએ.’ જ્યારે વિપુલ આ ફિલ્મની સ્ટોરી સાંભળી તો તે રડી પડ્યો. આ ફિલ્મને બનાવવામાં પુરા 7 વર્ષ લાગ્યા હતા.
સુદિપ્તા સેને જણાવ્યું કે, આ ફિલ્મમાં 3 છોકરીઓની વાર્તા છે, જેમાંથી એક છોકરી હજુ પણ અફઘાનિસ્તાનની જેલમાં છે. એક છોકરીએ આત્મહત્યા કરી લીધી છે અને તેના માતા-પિતા હજુ પણ તેના માટે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. એક છોકરી પર વારંવાર રેપ થયો હતો અને હવે તે શાંત છે, કારણ કે ગુનેગારો તેનો પીછો કરી રહ્યા છે.
સુદીપ્તો સેનની આ ફિલ્મ 5 મે, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર આવતાની સાથે જ તેની આકરી ટીકા થઈ રહી છે. કેરળમાંથી 32,000 છોકરીઓ ગુમ થઈ ગઈ હતી અને બાદમાં તેઓ આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ ગઈ હોવાના ફિલ્મમાં કરેલા દાવાને ખોટી રીતે ટાંકવામાં આવી રહ્યો છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…