Bawaal Teaser Out : જાહ્નવી કપૂર-વરુણ ધવનની સિરિયસ લવ સ્ટોરી, આ દિવસે OTT પર થશે સ્ટ્રીમ થશે

Bawaal Teaser Out : બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને જ્હાન્વી કપૂરની ફિલ્મ બવાલનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં ઓનસ્ક્રીન કપલનો રોમાંસ જોવા મળી રહ્યો છે. બંને એક સિરિયસ રિલેશનમાં જોવા મળે છે જેમાં સુખની સાથે દુ:ખ પણ હશે.

Bawaal Teaser Out : જાહ્નવી કપૂર-વરુણ ધવનની સિરિયસ લવ સ્ટોરી, આ દિવસે OTT પર થશે સ્ટ્રીમ થશે
Bawaal Teaser Out
| Edited By: | Updated on: Jul 05, 2023 | 3:12 PM

Bawaal Teaser Release : વરુણ ધવન અને જ્હાન્વી કપૂર પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ચર્ચા છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં વરુણ અને જ્હાન્વીને જોઈને લાગે છે કે તેમની લવ સ્ટોરી એકદમ ગંભીર છે અને શોર્ટ ટીઝરમાં જ સસ્પેન્સ પણ જોવા મળ્યું છે.

આ પણ વાંચો : Bawaal : વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મને લઈને મેકર્સે લીધો મોટો નિર્ણય, ‘બવાલ’નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

પ્રાઈમ વીડિયોએ વરુણ અને જ્હાન્વીની ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. સુઇ ધાગા અને ઓક્ટોબર જેવી ફિલ્મોમાં વરુણ ધવનની એક્ટિંગને પસંદ કરવામાં આવી છે. હવે તે આ ફિલ્મમાં પણ જ્હાન્વી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. પરંતુ બંનેને જોઈને લાગે છે કે તેમના સંબંધોમાં કોઈ સમસ્યા ચાલી રહી છે. ટીઝરમાં લખવામાં આવી રહ્યું છે કે દરેક લવ સ્ટોરીની પોતાની લડાઈ છે.

ટૂંક સમયમાં જ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ શકે છે. ટીઝરના અંતમાં એક સીન બતાવવામાં આવ્યો છે જેમાં ઘણા કેદીઓને એકસાથે બંધ કરવામાં આવ્યા છે. સમગ્ર ટીઝરમાં આ સીન સાવ અલગ છે અને કદાચ ટ્રેલરમાં વધુ ખુલાસાઓ જોવા મળશે. બવાલની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મનું સ્ટ્રીમિંગ 21 જુલાઈથી પ્રાઇમ વીડિયો પર કરવામાં આવશે.

વરુણ ધવનનું OTT ડેબ્યુ

નતેશ તિવારી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે, જ્યારે સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. વરુણ ધવન બાવળ ફિલ્મ દ્વારા ઓટીટી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જ્યારે જ્હાનવી કપૂર પહેલેથી જ OTT પર પોતાની હાજરી નોંધાવી ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે ચાહકોને આ જોડી કેટલી પસંદ આવે છે. ચાહકો પણ આ ટીઝર પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો