શું પ્રિયંકા ચોપરા માટે મિસ વર્લ્ડ બનવું ફિક્સ હતું? ભૂતપૂર્વ મિસ બાર્બાડોસે લગાવ્યો આરોપ

અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) 3 વર્ષ બાદ મુંબઈ પરત ફરી છે. આ દરમિયાન તેની મિસ વર્લ્ડ જીત પર અનેક સવાલો ઉભા થયા છે. મિસ વર્લ્ડ 2000 સ્પર્ધા પર મિસ બાર્બાડોસે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

શું પ્રિયંકા ચોપરા માટે મિસ વર્લ્ડ બનવું ફિક્સ હતું? ભૂતપૂર્વ મિસ બાર્બાડોસે લગાવ્યો આરોપ
શું પ્રિયંકા ચોપરા માટે મિસ વર્લ્ડ બનવું ફિક્સ હતું? ભૂતપૂર્વ મિસ બાર્બાડોસે લગાવ્યો આરોપ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 04, 2022 | 2:49 PM

Priyanka Chopra Miss World Controversy: ગ્લોબન આઈકોન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા આજે ભારતનું દરેક જગ્યાએ પ્રતિનિધિ કરે છે. નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ અભિનેત્રીનું ભારત આવવું થોડું ઓછું થઈ ગયું છે પરંતુ આજે પણ તે દેશને ખુબ પ્રેમ કરે છે, હાલમાં પ્રિયંકા ચોપરા ઈન્ડિયામાં છે અને મુંબઈમાં પોતાની ફેવરિટ જગ્યાને ફરીથી Explore કરી રહી છે. આ વાત તો સૌ કોઈ જાણે છે કે, બોલિવુડથી લઈ હોલિવુડ સુધી પોતાની તાકાત દેખાડનાર અભિનેત્રી મિસ વર્લ્ડ પણ રહી ચૂકી છે.

કેટલાક વર્ષો પસાર થયા બાદ ફરી એક વખત પ્રિયંકાનું મિસ વર્લ્ડ બનવું ચર્ચામાં છે. જેનું કારણ છે પૂર્વ મિસ બારબાડોસનું નિવેદન, લીલાની મૌકકોર્ને મિસ વર્લ્ડ 2000 પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેમણે પ્રિયંકાની તરફેણ કરી છે જેને લઈ મિસ વર્લ્ડ બનવું નક્કી હતુ. સોશિયલ મીડિયા પર હાલમાં બારબારડોસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમણે અનેક વાતનો ખુલાસો કર્યો છે.

બ્યુટી કોમ્પિટીશનની ફિક્સ હોવાની ચર્ચા

લીલાની મૈકકોર્ને હવે એક યુટ્યુબર બની ચૂકી છે. તેનો વીડિયો જોયા બાદ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વચ્ચે તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, 22 વર્ષ બાદ આ વાતનો ખુલાસો એટલા માટે કર્યો કારણ કે, મિસ યુએસએ બ્યુટીની સ્પર્ધામાં એક કન્ટેસ્ટન્ટની જીતને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે બ્યુટી કોમ્પિટીશનની ફિક્સ હોવાની ચર્ચા પણ ખુબ થઈ રહી છે. આ વાતને યોગ્ય સાબિત કરવા માટે આટલા વર્ષો બાદ લીલાની મિસ વર્લ્ડ 2000 પર પોતાનું મૌન તોડ્યું છે.

2000માં મિસ વર્લ્ડ ભારતમાંથી જ હતી

મિસ બારબાડોસે વીડિયોમાં કહ્યું 1999માં મિસ વર્લ્ડ ભારતથી હતી અને 2000માં મિસ વર્લ્ડ ભારતમાંથી જ હતી. કારણ કે આ વખતે એક ભારતની પણ સ્પોન્સર હતી. તેમણે આગળ કહ્યું કે, એક સ્પર્ધક હતી જેણે કમર પર બાંધનારું સ્કાર્ફ પહેરવાની પરવાનગી આપવામાં આવી હતી. લીલાની પોતાની વાત પુરી કરતા બોલી કે, તે પોતાની સ્કિન ટોન માટે અનેક ક્રીમ લગાવતી હતી પરંતુ કોઈ અસર ન હોવા પર તેમણે સારોગ પહેરવાની પર પરમિશન માંગી હતી.

આ સિવાય પણ લીલાનીએ કેટલાક ગંભીર આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે, પ્રિયંકા ચોપરા માટે સારા અને ફિટિંગ ગાઉન આવતા હતા. અહેવાલોમાં મોટા ફોટો છાપતી હતી. આ સિવાય તેમને બેડ પર જમવાનું પણ આપવામાં આવતું હતુ, અન્ય છોકરીઓ સાથે ખુબ ભેદભાવ કરવામાં આવતો હતો.