
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કાસ્ટિંગ કાઉચને લઈને વાત કરવામાં આવે છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તેનો સામનો માત્ર મહિલાઓ જ કરે છે. બીજું કે, જે છોકરીઓ ફિલ્મોમાં કામ કરવા માટે નાના શહેરોમાંથી આવે છે, ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી હાજર લોકો પોતાની પાવરનો ઉપયોગ કરીને તેમને શિકાર બનાવવાનો પ્રયત્ન કરે છે. જો કે, આ પૂરેપૂરું સત્ય નથી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામની શોધમાં આવતા મેલ એક્ટર્સને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડે છે. ઇન્ડસ્ટ્રીના ઘણા બધા એવા કલાકારો છે, જેઓ આ વિશે ખુલાસો કરી ચૂક્યા છે કે; કેવી રીતે કરિયરની શરૂઆતમાં તેમની પાસે લોકોએ ગંદી ડિમાન્ડ કરી હતી.
આયુષ્માન ખુરાના આજે ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. યશરાજથી લઈને ઇન્ડસ્ટ્રીના લગભગ તમામ મોટા નિર્માતાઓ તેની સાથે કામ કરી ચૂક્યા છે. આ બધા વચ્ચે જ્યારે આયુષ્માન ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે તેની રાહ આસાન નહોતી.
ક્યારેક રેડિયો જૉકી રહેલ આયુષ્માન ખુરાના ફિલ્મોમાં કામ કરવા માંગતો હતો, જેના માટે તે મુંબઈ ગયો હતો. એવામાં આયુષ્માન એકવાર મુંબઈમાં કામ શોધતી વખતે, એક વ્યક્તિને મળ્યો, જે તેની પાસેથી અશ્લીલ માંગણીઓ કરી રહ્યો હતો.
આયુષ્માન ખુરાનાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે કામની શોધમાં એક કાસ્ટિંગ ડિરેક્ટરને મળ્યો તો તેણે એક્ટર પાસે ગંદી ડિમાન્ડ કરી. કાસ્ટિંગ ડિરેક્ટરે કહ્યું કે, જો તે તેની ઈચ્છા પૂરી કરશે તો તે તેને કામ અપાવવામાં મદદ કરશે.
આયુષ્માન ખુરાના અનુસાર, “હું એકવાર કામના સિલસિલામાં કોઈકને મળવા માટે ગયો હતો. આ એક લીડ રોલની વાત હતી. કામ લગભગ ફાઇનલ જ થવાનું હતું પરંતુ તે પહેલાં મારી પાસેથી એક એવી ડિમાન્ડ કરવામાં આવી, જેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગયો. તે વ્યક્તિએ મને કહ્યું કે, જો હું મારો પ્રાઇવેટ પાર્ટ તેને બતાવીશ તો તે મને કામ અપાવવામાં મદદ કરશે. બસ તે સમયે મેં નક્કી કર્યું કે, જો મારે આ ઉદ્યોગમાં કંઈક પ્રાપ્ત કરવું હોય, તો હું તે મારી પોતાની મહેનતથી કરીશ. મેં મોઢું ફેરવ્યું અને કામ શોધવાનું શરૂ કર્યું.”
આયુષ્માન ખુરાનાએ તે મોમેન્ટમાં જે નિર્ણય લીધો, તે એકદમ સાચો જ સાબિત થયો. હાલ તે પોતાની મહેનતના દમ પર મોટી સ્ટાર બની ચૂક્યો છે.
‘વિક્કી ડોનર’ થી બોલિવૂડમાં શરૂઆત કરનાર આયુષ્માન ખુરાના જલ્દી જ પોતાની નવી મૂવી ‘યે પ્રેમ મોલ લિયા’ લઈને આવી રહ્યો છે, જેને સૂરજ બડજાત્યાએ બનાવી છે.
આ ફિલ્મમાં આયુષ્માનની સાથે શર્વરી જોવા મળશે. ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ નું પ્રમોશન જોર-શોરથી ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, જલદી જ આ મૂવી દર્શકોના દિલો પર રાજ કરશે.
Published On - 4:07 pm, Mon, 16 November 26