Anek OTT Release Date : આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘Anek’ 26 જૂને Netflix પર રિલીઝ થશે, બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી

|

Jun 26, 2022 | 2:15 PM

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની ફિલ્મ ચંડીગઢ કરે આશિકીને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી હતી પરંતુ 'Anek'ને હજુ સફળતા મળી નથી

Anek OTT Release Date : આયુષ્માન ખુરાનાની ફિલ્મ Anek 26 જૂને Netflix પર રિલીઝ થશે, બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી
આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'Anek' 26 જૂને Netflix પર રિલીઝ થશે, બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી
Image Credit source: Social Media

Follow us on

Anek OTT Release Date : આષુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની ફિલ્મ ‘Anek’ 26 જૂનના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 27 મેના રોજ ફિલ્મને સિનેમાઘરમાં રિલીઝ કરવામાં આવી હતી. શુક્રવારના રોજ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ પહેલા આયુષ્માન ખુરાનાએ એક પોસ્ટર શેર કર્યું હતુ, પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, અનેક હર્ડલ્સ, એક લક્ષ્ય #અનેક 26 જૂનના રોજ નેટફિલ્કસ પર જોવા મળશે.આ હિન્દી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થશે તે અંગે કંઈ જણાવવામાં આવ્યું નથી. અમે તમને જણાવી દઈએ કે Netflix Originals મોટાભાગે તેમની મૂવીઝ બપોરે 12:30 અથવા 12 વાગ્યે રિલીઝ કરે છે પરંતુ ‘અનેક’ Netflix Originalsની નથી.

નેટફિલ્કસ પર રિલીઝ થનારી આયુષ્માન ખુરાનાની ફિલ્મ અનેક

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

ફિલ્મમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળી રહ્યો છે અભિનેતાની સાથે જેડી ચક્રવર્તી, એન્ડ્રિયા કેવિચુસા , દીપલીના ડેકા મનોજ પાહવા અને કુમુદ મિશ્રા પણ મુખ્ય ભુમિકામાં છે, આ ફિલ્મને અનુભવ સિન્હા સીમા અગ્રવાલ અને યશ કેસવાની સાથે મળી સ્ક્રિપ્ટ લખી છે. અનુભવ સિન્હાએ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ટી સિરીઝના ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર પ્રોડ્યુસર છે

શું છે ફિલ્મની વાર્તા?

ફિલ્મમાં, આયુષ્માન અન્ડરકવર એજન્ટ તરીકે કામ કરે છે, જે જોશુઆ નામથી પોતાની ફરજ બજાવવા ઉત્તર પૂર્વ ભારતમાં પહોંચે છે. અહીં તેમનું કામ અલગતાવાદી જૂથો અને તેમની હરકતો પર નજર રાખવાનું છે. ફિલ્મમાં, ટાઇગર અલગતાવાદી દળો અને ઉત્તર પૂર્વના સૌથી મોટા સંગઠનનું નેતૃત્વ કરે છે. હવે ટાઈગર અને સરકાર વચ્ચે શાંતિ સંવાદની તૈયારીઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં જોશુઆને એક મહત્વપૂર્ણ કાર્ય સોંપવામાં આવ્યું છે, જેના માટે તેને ઉત્તર પૂર્વમાં મોકલવામાં આવ્યો છે.

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે જોન્સન નામનો એક અલગાવવાદી અચાનક એક્ટિવ થઈ જાય છે, તેને ટ્રેક કરવામાં આવે છે. આને નિયંત્રણમાં રાખવા જોશુઆને ત્યાં મોકલવામાં આવ્યો છે. તે અલગતાવાદી આ સંવાદને બગાડવાના પૂરા પ્રયાસો કરી રહ્યા છે. અહીં, જોશુઆ પણ હિંમતભેર તેનો સામનો કરી રહ્યો છે. ત્યારે તેની સાથે કેટલીક એવી ઘટનાઓ બને છે જેમાં તે કેટલાક પ્રશ્નોથી ઘેરાઈ જાય છે. આ પ્રશ્નો તેને ધ્રૂજાવી દે છે.

Next Article