Indian Idol 13 : ઈન્ડિયન આઈડલ 13નું ઓડિશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, સીઝન 12 પછી ઓડિશન રાઉન્ડમાં થશે મોટો ફેરફાર

|

Jun 02, 2022 | 9:48 AM

Indian Idol 13 Announcement: ઈન્ડિયન આઈડલની (Indian Idol) દરેક સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. ગયા વર્ષે પ્રસારિત થયેલી ઈન્ડિયન આઈડલે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

Indian Idol 13 : ઈન્ડિયન આઈડલ 13નું ઓડિશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, સીઝન 12 પછી ઓડિશન રાઉન્ડમાં થશે મોટો ફેરફાર
neha kakkar indian idol vishal dadlani

Follow us on

સોની ટીવીનો પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ 13 (Indian Idol 13) ફરી એકવાર ટીવી જગતમાં દસ્તક આપવા જઈ રહ્યો છે. સોની ટીવીએ બુધવાર, જૂન 1ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ સાથે ઈન્ડિયન આઈડોલની સીઝન 13ની જાહેરાત કરી છે. જો કે ઈન્ડિયન આઈડલ 12ની સરખામણીમાં આ વખતે ઈન્ડિયન આઈડોલ 13ની પસંદગી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના રોગચાળાને કારણે ઈન્ડિયન આઈડલ સીઝન 12માં સિંગર્સનું ઓડિશન સૌપ્રથમ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. સ્પર્ધકો તેમની ગાયકીનો વીડિયો મોકલીને આ સિંગિંગ રિયાલિટી શો માટે ઓડિશન આપી શકતા હતા.

અહીં પ્રોમો જુઓ………..

જો કે, આ વર્ષે ઈન્ડિયન આઈડલ 13ની ઓડિશન પ્રક્રિયા ઓનલાઈન નહીં પરંતુ ઓન ગ્રાઉન્ડ થવાની છે. સોની ટીવીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો સાથે આ સારા સમાચાર શેયર કરતા લખ્યું છે કે “ઇન્ડિયન આઇડોલ ટૂંક સમયમાં આવી રહી છે. તૈયાર થઈ જાઓ. કારણ કે તમારા શહેરમાં ટૂંક સમયમાં ઓન ગ્રાઉન્ડ ઓડિશન શરૂ થઈ રહ્યા છે.” ઈન્ડિયન આઈડલ 2022 અને ઈન્ડિયન આઈડોલ સીઝન 13ના હેશટેગ્સ પણ આ પોસ્ટમાં ઉમેરવામાં આવ્યા હતા.

કેટલાક ચાહકો છે ગુસ્સે

સોની ટીવી દ્વારા શેયર કરવામાં આવેલા વીડિયોમાં ઈન્ડિયન આઈડલ સીઝન 10ના વિજેતા સલમાન અલી (Salman Ali), સીઝન 11ના વિજેતા સની હિન્દુસ્તાની અને સીઝન 12ના વિજેતા પવનદીપ રાજનના (Pawandeep Rajan) જૂના વિઝ્યુઅલ બતાવવામાં આવ્યા છે. આ વિઝ્યુઅલ્સ સાથે એક વૉઇસઓવર સંભળાય છે, જે કહે છે કે આ વખતે ટ્રોફી તમારી જ હશે. કારણ કે તમારી નજીકના શહેરોમાં ટૂંક સમયમાં ઑડિશન શરૂ થવાના છે. જો કે ઈન્ડિયન આઈડલના કેટલાક ચાહકો આ જાહેરાતથી નારાજ છે. કારણ કે તેમનું કહેવું છે કે ઓડિશનની શરૂઆતની પ્રક્રિયા માત્ર ઓનલાઈન હોવી જોઈએ.

આ શોને 18 વર્ષ થયા છે પૂર્ણ

ભારત દેશમાં હજુ પણ એવાં ઘણાં ગામો છે જ્યાં ટેલેન્ટ પૂરતું છે, પરંતુ દરેક પાસે તેમના નજીકના શહેરમાં જઈને ઓડિશન આપવા માટે પૈસા નથી હોતા, તેથી તેઓને ઓનલાઈન ઓડિશનનો વિકલ્પ ગમે છે. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન આઈડલે હવે 18 વર્ષ પૂર્ણ કર્યા છે. 2004માં શરૂ થયેલા આ શોની પ્રથમ સિઝન અભિજીત સાવંતે (Abhijeet Sawant) જીતી હતી. ગયા વર્ષે હિમેશ રેશમિયા, નેહા કક્કર અને વિશાલ દદલાનીએ રિયાલિટી શોને જજ કર્યો હતો. જ્યારે આદિત્ય નારાયણ તેના હોસ્ટ હતા.

Next Article