ફંક્શન માટે તૈયાર થવા સલૂનની બહાર જોવા મળી આથિયા શેટ્ટી, જુઓ Viral Video

મીડિયા રિપોર્ટ્સ મુજબ આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul) આ મહિને 23 જાન્યુઆરીએ લગ્ન કરશે. આ માટે બંને ઘરોમાં જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન આથિયા શેટ્ટીનો સલૂનની બહારનો એક વીડિયો વાયરલ થયો છે.

ફંક્શન માટે તૈયાર થવા સલૂનની બહાર જોવા મળી આથિયા શેટ્ટી, જુઓ Viral Video
Athiya Shetty
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 18, 2023 | 9:54 PM

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની તૈયારીઓ પણ જોરદાર ચાલી રહી છે. આ કપલને લઈને અવારનવાર કોઈને કોઈ સમાચાર પણ સામે આવે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આથિયા શેટ્ટી જોવા મળી રહી છે. આ વીડિયોમાં આથિયા સલૂનમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. એક્ટ્રેસના ફેસ પર લગ્નની ખુશી પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

જેમ જેમ લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બંનેના લગ્નને લઈને નવા નવા અપડેટ્સ પણ સામે આવી રહ્યા છે. દુલ્હન બનતા પહેલા આથિયાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુંબઈમાં બુધવારે સાંજે આથિયા એક સલૂનમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. આ વીડિયો વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. આ ક્લિપમાં આથિયા ફોટોગ્રાફર્સના કેમેરામાં જોઈને હસતી જોવા મળે છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

આથિયા પર ફેન્સ પર વરસાવ્યો પ્રેમ

આથિયાના આ વીડિયો પર યૂઝર્સ ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો કહે છે કે હવે અથિયાના ફેસ પર લગ્નની ખુશીની એક ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે. ફોટોગ્રાફર્સ માટે આથિયાએ પોઝ પણ આપ્યા અને પછી કારમાં બેસી ગઈ. ગ્રીન કલરના ડ્રેસમાં આથિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. એક યુઝરે વીડિયો પર લખ્યું છે કે “તેનો ચહેરો ખૂબ જ ગ્લો કરી રહ્યો છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “તે ખૂબ જ સુંદર લાગી રહી છે.” આ સિવાય ઘણા યુઝર્સ આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં હાર્ટ ઈમોજી શેયર કરી રહ્યા છે.

આ પણ વાંચો : રસ્તા પર પડતાં પડતાં બચી રિયા ચક્રવર્તી, ત્યારબાદ પાપારાઝી પર કર્યો ગુસ્સો, જુઓ Viral Video

ક્યારે થશે લગ્ન?

મીડિયા રિપોર્ટ મુજબ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આ મહિને 23 જાન્યુઆરીના રોજ લગ્ન કરશે. આ માટે બંનેના ઘરે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ બંનેના લગ્નના ફંક્શન ત્રણ દિવસ ચાલશે. તમને જણાવી દઈએ કે બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે.