Kashmera Shah: 50 વર્ષની થઈ કાશ્મીરા શાહ, ફિટનેસમાં તે સારી-સારી હિરોઈનોને આપે છે મ્હાત

50 વર્ષની ઉંમરે પણ આવા ડાન્સ મૂવ્સ અને અદભૂત ફિટનેસથી લોકો મલ્લિકા કાશ્મીરા શાહની આ કિલર સ્ટાઈલના ફેન બની ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Kashmera Shah: 50 વર્ષની થઈ કાશ્મીરા શાહ, ફિટનેસમાં તે સારી-સારી હિરોઈનોને આપે છે મ્હાત
Kashmera Shah
| Edited By: | Updated on: Jul 16, 2022 | 8:12 PM

કાશ્મીરા શાહ (Kashmera Shah) એક બોલીવુડ અભિનેત્રી અને કોમેડિયન અને અભિનેતા કૃષ્ણા અભિષેકની (Krushna Abhishek) પત્ની છે. તે એવી અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની ફિટનેસ અને પોતાની અદમ્ય શૈલી માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. કાશ્મીરા 50 વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજે પણ તે સારી-સારી હિરોઈનોને મ્હાત આપે છે. હાલમાં જ કાશ્મીરા શાહે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ‘પતલી કમર’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

કાશ્મીરા શાહે ડાન્સનો વીડિયો કર્યો શેર

કાશ્મીરા શાહે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘જંગલ’ના ગીત ‘પતલી કમર, તિરખી નજર’ પર પૂલસાઇડ મલ્ટીકલર્ડ બિકીનીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. કાશ્મીરા શાહે પૂલ પાસે બિકીનીમાં તેના શ્રેષ્ઠ મૂવ્સ બતાવ્યા છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કાશ્મીરાનો આ વીડિયો અહીં જુઓ…….

ફિલ્મ ‘જંગલ’ને 22 વર્ષ થયા પૂરા

બોલિવૂડ એક્ટ્રેસ કાશ્મીરા શાહ પૂલ પાસે ડાન્સ કરતી વખતે ખૂબ જ કિલર લાગી રહી છે. આ વીડિયોને શેર કરતા કાશ્મીરા શાહે કેપ્શનમાં લખ્યું, ‘જંગલના 22 વર્ષ’. તમને જણાવી દઈએ કે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘જંગલ’ના 22 વર્ષ પૂર્ણ થયા છે અને 22 વર્ષ પૂરા થવાના અવસર પર કાશ્મીરાએ આ રીતે ફિલ્મની ઉજવણી કરી. ‘જંગલ’ ફિલ્મમાં કાશ્મીરા સાથે ફરદીન ખાન, ઉર્મિલા માતોંડકર, સુનીલ શેટ્ટી અને રાજપાલ યાદવ પણ જોવા મળ્યા હતા.

લોકોએ કાશ્મીરા શાહના કર્યા વખાણ

50 વર્ષની ઉંમરે પણ આવા ડાન્સ મૂવ્સ અને અદભૂત ફિટનેસથી લોકો મલ્લિકા કાશ્મીરા શાહની આ કિલર સ્ટાઈલના ફેન બની ગયા. સોશિયલ મીડિયા પર લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેની ફિટનેસ જોઈને તેના ચાહકો માત્ર રિએક્શન જ નથી આપી રહ્યા, બોલિવૂડ સેલેબ્સ પણ તેના વખાણ કરી રહ્યા છે. તનાઝ ઈરાની, રાખી સાવંત અને રોનિત રોયે કાશ્મીરા શાહની ફિટનેસની પ્રશંસા કરી છે.

ઘણા સમય પહેલાં ફિલ્મોમાં જોવા મળી હતી

કાશ્મીરા શાહ ઘણા સમય પહેલા ફિલ્મોમાં જોવા મળી હતી. તે ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી. પરંતુ તે સોશિયલ મીડિયાથી દૂર રહી શકતી નથી અને ઘણીવાર તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની દરેક ઇવેન્ટની તસવીરો અથવા વીડિયો શેર કરતી રહે છે.