સલમાન ખાન વિશે એક શબ્દ પણ બોલી શક્યો નહીં શાહરૂખ, ફેન્સને કહ્યું- માફ કરજો પણ…

એક્ટર શાહરૂખ ખાને (Shah Rukh Khan) શનિવારે ટ્વિટર પર આસ્ક એસઆરકે દ્વારા લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

સલમાન ખાન વિશે એક શબ્દ પણ બોલી શક્યો નહીં શાહરૂખ, ફેન્સને કહ્યું- માફ કરજો પણ...
shah-rukh-khan and Salman Khan
| Edited By: | Updated on: Nov 05, 2022 | 9:10 PM

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ પઠાનને લઈને ચર્ચામાં છે. હાલમાં 2 નવેમ્બરના રોજ તેના બર્થ ડે પર મેકર્સે પઠાનનું પહેલું ટીઝર રિલીઝ કર્યું. ટીઝર જોઈને ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે. લોકોએ ટીઝરના ખૂબ વખાણ પણ કર્યા છે. ફિલ્મની ચર્ચા વચ્ચે શનિવારે શાહરૂખ ખાને તેના ફેન્સ સાથે થોડો સમય વાત કરવાનું મન બનાવ્યું. આ માટે તેને ટ્વિટરનો સહારો લીધો અને હંમેશાની જેમ લોકોને આસ્ક એસઆરકે (#AskSRK) હેશટેગ દ્વારા સવાલો પૂછવા કહ્યું.

આ દરમિયાન શાહરૂખ ખાને ટ્વિટર યુઝર્સના ઘણા સવાલોના જવાબ આપ્યા. તેને લગભગ 15 મિનિટ સુધી ફેન્સ સાથે વાતચીત કરી. આ દરમિયાન સાહિલ નામના યુઝરે શાહરૂખને પૂછ્યું કે સલમાન ખાન વિશે એક શબ્દ બોલો. હજારો સવાલો વચ્ચે શાહરૂખે આ સવાલનો જવાબ આપ્યો. ત્યારે તેને સલમાન ખાન માટે પણ જવાબ આપ્યો, “ખૂબ સરસ અને દયાળુ (માફ કરશો બે શબ્દો છે) પણ ભાઈ એવું નથી.” શાહરૂખના આ જવાબ પર ઘણી પ્રતિક્રિયાઓ મળી. આ જવાબને 2 હજારથી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યો હતો અને 10 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો હતો.

શાહરૂખે આપ્યા ફની જવાબ

આ દરમિયાન શાહરૂખે બીજા ઘણા સવાલોના જવાબ આપ્યા. એક યુઝરે લખ્યું, “પઠાનને ગર્લફ્રેન્ડ સાથે જોવાનું વિચાર્યું હતું, પરંતુ તે હવે કોઈ બીજા સાથે લગ્ન કરશે.” આ ટ્વીટના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું, “સાંભળવામાં ઘણું ખરાબ છે, પરંતુ ફિલ્મ એકલા જોશો તો પણ સારી લાગશે, ચિંતા કરશો નહીં.” શાહરૂખ ખાન તેના મજાકીયો અંદાજ અને ફની સ્ટાઈલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ જવાબ સાથે તેને ફરી એકવાર આ વાત સાબિત કરી દીધી.

દમદાર છે પઠાનનું ટીઝર

તમને જણાવી દઈએ કે પઠાનનું ટીઝર ખૂબ જ જોરદાર છે. ટીઝરમાં શાહરૂખ ખાન જબરદસ્ત એક્શન સીન્સ કરતો જોવા મળી રહ્યો છે. જોન અબ્રાહમ સાથેના તેના ફાઈટ સીન્સ પણ શાનદાર છે. આ સિવાય ટીઝરમાં દીપિકા પાદુકોણ સાથે શાહરૂખ ખાનની કેમેસ્ટ્રીના પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. યશરાજના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.