સિયાપતિ રામચંદ્રની… શાહરૂખે આટલું બોલતાં જ હજારોની ભીડે કહ્યું- જય, Video થયો વાયરલ

|

Feb 26, 2023 | 6:41 PM

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) હાલમાં પઠાણની સક્સેસ એન્જોય કરી રહ્યો છે. હાલમાં જ શાહરૂખ ખાનના એક જૂના ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સિયાપતિ રામચંદ્રની... શાહરૂખે આટલું બોલતાં જ હજારોની ભીડે કહ્યું- જય, Video થયો વાયરલ
Shah Rukh Khan

Follow us on

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. એક્ટર ઘણી ફિલ્મોનો ભાગ રહ્યો છે. હાલમાં તે પોતાની ફિલ્મ પઠાણની સક્સેસ એન્જોય કરી રહ્યો છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. એક્ટર તેના ફેન્સ સાથે ક્નેક્ટેડ રહે છે. હાલમાં એક્ટરનો એક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક વિદેશી ટેલિવિઝન હોસ્ટને ભગવાન રામ વિશે કહેતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફેન્સનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક ઈન્ટરવ્યુ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુ જૂનો છે. આમાં તે ફેમસ ટીવી પર્સનાલિટી અને હોસ્ટ ડેવિડ લેટરમેન સાથે વાત કરતો જોવા મળે છે. આ દરમિયાન તે હોસ્ટને ભગવાન રામ વિશે કહેતો જોવા મળે છે. તેમને વાતચીતમાં ઉલ્લેખ કર્યો છે કે જ્યારે તેઓ બાળપણમાં રામલીલામાં ભાગ લેતા હતા. આ દરમિયાન તે વાનર બનીને ભગવાન રામના નામનો જાપ કરતો હતો.

પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ

શાહરુખે કહ્યું- ‘આપણા દેશમાં રામલીલા છે જે રામાયણનું ડિપિક્શન છે. એમાં હું રામ મંકીનો રોલ કરતો હતો. અમારી પાસે હનુમાનજી હતા. જેને મંકી ગોડ કહેવામાં આવે છે. આમાં હનુમાનજી બોલતા હતા બોલો સિયાપતિ રામચંદ્ર કી…’ શાહરૂખ ખાન આટલું બોલતાની સાથે જ ઓડિયન્સ એક જ અવાજમાં જય બોલે છે.

લોકો કરી રહ્યા છે શાહરૂખના વખાણ

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં ડેવિડ લેટરમેન પણ ફેન્સ સાથે જય કહેતો જોવા મળે છે. આ વીડિયો ખાસ છે. એક મુસ્લિમ એક હિંદુ ભગવાનનું નામ લઈ રહ્યો છે અને એક ખ્રિસ્તી તેનો જયકાર કરી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ પણ રિએક્ટ કરી રહ્યા છે અને શાહરૂખના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આ વ્યક્તિને કોઈ કેવી રીતે નફરત કરી શકે? અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ આ શોનો સૌથી વધુ જોવાયેલો એપિસોડ એમ જ નથી. ઘણા લોકોએ તો એમ પણ લખ્યું કે પઠાણ ફિલ્મની સિક્વલ પણ બનવી જોઈએ.

આ પણ વાંચો : Viral Video: ગાય-ભેંસ વચ્ચે કિલી પોલે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આ ફિલ્મમાં જોવા મળશે શાહરૂખ ખાન

શાહરૂખ ખાનની વાત કરીએ તો એક્ટરના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં જોવા મળશે. ઘણા હોલિવૂડના સ્ટાર્સે શાહરૂખના વખાણ કર્યા છે અને હવે પઠાણ રિલીઝ થયા બાદ તેના સતત વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ તેની રિલીઝના એક મહિના પછી પણ બોક્સ ઓફિસ પર સક્રિય છે અને તેની કમાણીનો આંકડો રોજેરોજ વધી રહ્યો છે. અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો હવે શાહરૂખ ફિલ્મ જવાન અને ડંકી જોવા મળશે.

Next Article