પહેલીવાર બોયફ્રેન્ડ સાથે જોવા મળી ભૂમિ પેડનેકર ! Video જોઈને ફેન્સ થયા હેરાન

ભૂમિ પેડનેકરનો (Bhumi Pednekar) એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ પહેલીવાર તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી. વીડિયો જોયા બાદ ફેન્સ હેરાન થઈ ગયા છે. ફેન્સ જાણતા નથી કે આ અંગે કેવી પ્રતિક્રિયા આપવી.

પહેલીવાર બોયફ્રેન્ડ સાથે જોવા મળી ભૂમિ પેડનેકર ! Video જોઈને ફેન્સ થયા હેરાન
Bhumi Pednekar
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 07, 2023 | 9:53 PM

Mumbai: બોલિવુડની શાનદાર એક્ટ્રેસ ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) તેની કમાલની એક્ટિંગ માટે જાણીતી છે. એક્ટ્રેસે પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું છે. ભૂમિની સ્ટાઈલ અને તેનો અંદાજ ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ એક્ટ્રેસના ફેન્સ થોડા હેરાન ગયા છે. એક્ટ્રેસના સામે આવેલા વીડિયો પર લોકો વિચિત્ર રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

ડેટ પર જોવા મળી ભૂમિ પેડનેકર

એક્ટ્રેસ ભૂમિ પેડનેકર ગુરુવારે મોડી રાત્રે એક વ્યક્તિ સાથે જોવા મળી હતી. પાપારાઝી વિરલ ભાયાણીએ એક્ટ્રેસનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે એક વ્યકિત સાથે જોવા મળી રહી છે. પાપારાઝીનો દાવો છે કે જે વ્યક્તિ દેખાય છે તે તેનો બોયફ્રેન્ડ છે અને એક્ટ્રેસ ડિનર ડેટ પરથી પરત ફરી રહી છે. વીડિયોમાં બંને એક કેફેમાંથી બહાર નીકળતા જોવા મળે છે.

(VC : Viarl Bhayani Instagram)

બંનેએ પહેર્યા એક જેવા કપડાં

ભૂમિ પેડનેકર અને તેના બોયફ્રેન્ડે બ્લેક આઉટફિટ પહેર્યા છે. બંને કેફેમાંથી નીકળીને કારમાં બેસતાં જોવા મળે છે. એક્ટ્રેસના બોયફ્રેન્ડને જોઈને ઘણા લોકો હેરાન થઈ ગયા છે. ઘણા લોકોએ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને તેના બોયફ્રેન્ડને ખરાબ રીતે ટ્રોલ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘હું શું કરી શકું, હું હસવાનું રોકી શકતો નથી, દીપક કલાલ આનાથી સારા છે.’ આ સિવાય ઘણા લોકોએ શોકિંગ ઈમોજી પોસ્ટ કર્યા છે, તો ઘણા લોકોએ હસતા ઈમોજી પોસ્ટ કર્યા છે.

એક્ટ્રેસે નથી કરી પુષ્ટિ

આ વીડિયો સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. ઘણા લોકો જાણવા માંગે છે કે ભૂમિ પેડનેકરના બોયફ્રેન્ડનું નામ શું છે અને તે કોણ છે. અત્યાર સુધી, તેના વિશે હજુ સુધી કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. એક્ટ્રેસ દ્વારા એ પણ પુષ્ટિ કરવામાં આવી નથી કે તેની સાથે જોવા મળેલ વ્યક્તિ તેનો બોયફ્રેન્ડ છે.

આ પણ વાંચો: Mithun Chakraborty Mother Death : મિથુન ચક્રવર્તીની માતાનું નિધન, 3 વર્ષ પહેલા પિતાનું થયું હતું અવસાન

આ ફિલ્મોમાં જોવા મળશે ભૂમિ

તમને જણાવી દઈએ કે ભૂમિ છેલ્લે ફિલ્મ ‘અફવાહ’માં જોવા મળી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સમાં બિઝી છે. તેની અપકમિંગ ફિલ્મોના લિસ્ટમાં ‘ભક્ષક’, ‘મેરી પત્નીની રિમેક’ અને ‘ધ લેડી કિલર’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પરંતુ આમાંથી કોઈ પણ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.