અર્જુન કપૂરનો જીમનો વીડિયો થયો વાયરલ, ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ થઈ ગયા હેરાન

|

Dec 03, 2022 | 7:43 PM

અર્જુન કપૂર (Arjun Kapoor) હવે ફિટનેસ ફ્રીક બની ગયો છે. આ એક્ટર્સ અવારનવાર તેનો વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. હાલમાં જ અર્જુન કપૂરે જિમનો એક નવો વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો પર તેના ફેન્સ ખુલ્લેઆમ પ્રેમ વરસાવી રહ્યા છે.

અર્જુન કપૂરનો જીમનો વીડિયો થયો વાયરલ, ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ થઈ ગયા હેરાન
Arjun kapoor
Image Credit source: Instagram

Follow us on

એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા અર્જુન કપૂર ભલે ફિટ ન હતો, પરંતુ હવે અર્જુન કપૂરનું ટ્રાન્સફોર્મેશન ચર્ચાનો વિષય બની ગયું છે. અર્જુન કપૂર હંમેશા તેની ફિટનેસ જર્નીને લઈને વાતચીત કરતો રહે છે. તે અવારનવાર જિમના વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. હાલમાં જ અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર જીમમાં વર્કઆઉટ દરમિયાન એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટરની ફિટનેસના વખાણ કરી રહ્યા છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેયર કરતા અર્જુન કપૂરે લખ્યું છે કે “જિંદગીમાં ઉતાર-ચઢાવ આવે છે, હું તેને સ્ક્વોટ્સ કહીને બોલાવું છું. બેક સ્ક્વોટ 4×15 રોમાનિયન ડેડ લિફ્ટ્સ 4×15 બલ્ગેરિયન સ્પ્લિટ સ્ક્વેટ 4×15 (બંને પગ) સુમો સ્ક્વેટ: 4×15 લેગ કર્લ: 4×15” અર્જુન કપૂરના આ વર્કઆઉટ વીડિયો પર ફેન્સ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક ફેને કોમેન્ટ કરતાં લખ્યું છે કે “સારું કર્યું.. ચાલુ રાખો.. બહુ જલ્દી તમને તમારું બેસ્ટ વર્ઝન મળશે તો ત્યાં અન્ય એક ફેને લખ્યું છે કે “ભૈયાજી તમારા જેવું કોઈ નથી.”

અર્જુન કપૂરે ‘કોફી વિથ કરણ 7’ દરમિયાન કહ્યું હતું કે તેના માટે પોતાને પ્રેરિત કરવું ખૂબ મુશ્કેલ છે. અર્જુને કહ્યું હતું કે તેને ખાવાનું ખૂબ પસંદ છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ અર્જુન કપૂરે પણ યોગ કરવાનું શરૂ કર્યું છે અને તે આનો ક્રેડિટ તેની લેડી લવ મલાઈકા અરોરાને આપે છે.

અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અર્જુન કપૂર

અર્જુન કપૂરે 2012માં પરિણીતી ચોપરા સાથે ફિલ્મ ઈશકઝાદેથી ડેબ્યૂ કર્યું હતું. તેને ગુંડે, 2 સ્ટેટ્સ અને સંદીપ ઔર પિંકી ફરાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળ્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર હાલમાં એક રોમેન્ટિક કોમેડી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અર્જુન કપૂરની સાથે રકુલ પ્રીત સિંહ અને ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં જોવા મળશે.

Published On - 7:43 pm, Sat, 3 December 22

Next Article