મનોરંજન જગતમાં સ્ટાર્સ વિશે અફવાઓ જાણવા મળવી એ સામાન્ય વાત છે. ઘણા પોપ્પુલર કપલ્સ પણ છે, તેમના ફેન્સ પણ તેમની સાથે જોડાયેલા સમાચાર જાણવા માટે ખૂબ જ એક્સાઈટેડ રહે છે. આ લિસ્ટમાં બોલિવુડના પાવર કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું નામ પણ સામેલ છે. બંને વચ્ચેની રિલેશનશિપના સમાચાર સામે આવ્યા પછી ફેન્સ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના લગ્ન વિશે સવાલો પૂછતા રહે છે. પરંતુ, તે બંને અત્યાર સુધી આ સમાચારોને ઈગ્નોર કરી રહ્યા છે. હાલમાં જ એક ન્યૂઝ વેબસાઈટે મલાઈકા અરોરાના પ્રેગ્નન્સીના સમાચાર વિશે લખ્યું હતું, તે જોઈને અર્જુન ગુસ્સે થઈ ગયો છે. ત્યારબાદ અર્જુને તેનો જવાબ આપ્યો છે.
અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની ગણતરી બોલિવૂડના સ્ટાર કપલમાં થાય છે. બીજા કપલની જેમ આ કપલ વિશે પણ ઘણી અફવાઓ છે, જે એક સામાન્ય બાબત છે. પરંતુ હાલમાં જ એક ન્યૂઝ વેબસાઈટના સમાચાર વાંચીને અર્જુન કપૂર ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. જે બાદ અર્જુને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીનો એક સ્ક્રીનશોટ શેયર કર્યો છે. એક્ટ્રેસે આ સ્ટોરીમાં તે સમાચારનો યોગ્ય જવાબ આપ્યો છે.
અર્જુન કપૂરે સ્ટોરી શેયર કરતી વખતે તે વેબસાઈટના જર્નાલિસ્ટનું નામ પણ મેન્શન કર્યું છે. એક્ટરે લખ્યું છે કે આ સૌથી નીચું લેવલ છે, જેના પર તમે જઈ શકો છો. તમે ખૂબ જ શરમજનક અને અનએથિકલ છો કે તમે આ ખરાબ સમાચાર છાપી રહ્યા છો. આગળ એક્ટરે લખ્યું કે આ પત્રકાર રેગ્યુલર આવા સમાચાર લખે છે કારણ કે તે બધા ફેક છે, તેથી અમે તેને ઈગ્નોર કરીયે છીએ.
અર્જુને વધુ ગુસ્સામાં જર્નાલિસ્ટને કહ્યું કે આ બરાબર નથી. અમારી પર્સનલ લાઈફ સાથે રમવાની હિંમત કરશો નહીં. અર્જુન કપૂરની આ ઈન્સ્ટા સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
અર્જુન અને મલાઈકા છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ વર્ષ 2019માં એક્ટરના બર્થડે પર એક પોસ્ટ શેયર કરીને તેમના રિલેશનશિપનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું હતું. ત્યારથી બંને રોમેન્ટિક ડેટ્સ અને વેકેશન પર જતાં જોવા મળે છે. હાલમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે બંને 2023માં લગ્ન કરી શકે છે, પરંતુ કપલ તરફથી આ વિશે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી.