Anushka Sharma Video: બોડીગાર્ડ સાથે બાઈક પર ક્યાં જઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ Video

Anushka Sharma Video: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) તેના બોડીગાર્ડ સાથે બાઈક પર જતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બાઈક પર બેસીને ક્યાંક જતી જોવા મળી રહી છે.

Anushka Sharma Video: બોડીગાર્ડ સાથે બાઈક પર ક્યાં જઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ Video
Anushka Sharma
| Edited By: | Updated on: May 15, 2023 | 10:00 PM

Anushka Sharma Video: અનુષ્કા શર્મા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસમાંથી એક છે. અનુષ્કા પાસે ભલે લાંબા સમયથી કોઈ ફિલ્મ ન હોય, પરંતુ કોઈને કોઈ કારણોસર તે લાઈમલાઈટમાં રહે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો અવારનવાર આવતા રહે છે. હવે તેનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

માનવ મંગલાનીએ અનુષ્કા શર્માનો એક નવો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા તેના બોડીગાર્ડ સાથે જોવા મળી રહી છે. તે બોડીગાર્ડ સાથે બાઈક પર બેસે છે અને પછી ક્યાંક જતી જોવા મળે છે.

અનુષ્કા શર્માએ શા માટે કરી બાઈક રાઈડ

આ વીડિયો સામે આવ્યો, ત્યાર બાદ એવી ચર્ચા શરૂ થઈ કે અનુષ્કા શર્માએ કાર છોડીને બાઈક રાઈડ કેમ કરી? તો તમને જણાવી દઈએ કે જુહુમાં ઝાડ પડી જવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો અને ત્યાં કાર લઈ જઈ શકાતી ન હતી. જ્યારે અનુષ્કાને ક્યાંક જવાનું હતું, ત્યારે તે બાઈક પર નીકળી અને મુંબઈની સડકો પર મુસાફરી કરતી જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો હવે કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા લખી રહ્યા છે. ધ હંગ્રી સ્વેમ્પી નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી, “ન તો મેડમે હેલ્મેટ પહેર્યું હતું કે ન તો તેના બોડીગાર્ડ.” રજની મનપ્રીત સિંહ નામના અન્ય યુઝરે લખ્યું છે કે “અને હેલ્મેટ?” આ વીડિયો પર ઘણા યુઝર્સ હેલ્મેટને લઈને સવાલો પૂછી રહ્યા છે. સચદેવા શિવ નામના વ્યક્તિએ કોમેન્ટ કરી છે કે, “સુલતાન કા સીન બન ગયા યે તો.”

આ પણ વાંચો : કપિલ શર્માએ પુત્રી અનાયરા સાથે અને ભારતી સિંહે પુત્ર ગોલા અને મિત્ર કૃષ્ણા સાથે કર્યું રેમ્પ વોક, જુઓ Viral Video

આ ફિલ્મમાં જોવા મળશે અનુષ્કા

અનુષ્કા શર્માની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ફિલ્મ રબ ને બના દી જોડીથી ફિલ્મોમાં આવ્યા બાદ તેણે ઘણી શાનદાર ફિલ્મો કરી છે. પરતું લાંબા સમયથી તેની કોઈ ફિલ્મ આવી નથી. પરંતુ હવે તે જલ્દી જ કમબેક કરવા જઈ રહી છે. તે ટૂંક સમયમાં ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર આધારિત ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો