અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ઈન્ડસ્ટ્રીના એવા કપલ્સના લિસ્ટમાં સામેલ છે, જે હંમેશા ચર્ચામાં રહે છે. બંનેની જબરદસ્ત ફેન ફોલોઈંગ તેમને ખૂબ પ્રેમ કરે છે અને સપોર્ટ કરે છે. હાલમાં ભારતીય ટીમનો સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મોહાલીમાં છે. તે ઓસ્ટ્રેલિયા સામે ટી 20 સીરીઝ રમવા પંજાબ પહોંચી ગયો છે. આ દરમિયાન તેની લવિંગ વાઈફ અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તેને યાદ કરતી એક પોસ્ટ શેર કરી છે. ચાલો જાણીએ કે પોતાના તેના પતિને એક્ટ્રેસે કઈ રીતે આ પોસ્ટ ડેડિકેટ કરી છે.
અનુષ્કા શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેના પતિના એક ક્યૂટ ફોટા સાથે ઈમોશનલ કેપ્શન લખીને યાદ કર્યા છે. જેનો રિપ્લાય પણ વિરાટે કોમેન્ટ બોક્સમાં ખૂબ જ સુંદર અંદાજમાં આપ્યો છે. અનુષ્કા શર્માએ વિરાટ સાથેની જૂની તસવીર શેયર કરી છે. જેમાં કેપ્શન લખ્યું હતું કે, “દુનિયા વધુ રોમાંચક, મનોરંજક અને સુંદર લાગે છે જ્યારે તમે આ જગ્યાઓ પર અથવા આ વ્યક્તિ સાથે હોટલના બાયો-બબલમાં હોવ ત્યારે .”
તમને જણાવી દઈએ કે આ પોસ્ટનો રિપ્લાય આપતી વખતે વિરાટ કોહલીએ બે હાર્ટ ઈમોજી શેયર કર્યા અને વચ્ચે ઈન્ફિનિટી સાઈન કરી. અનુષ્કાની પોસ્ટ પર તેના ફેન્સ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 20 લાખ લોકોની લાઈક્સ આવી ચુકી છે અને વિરાટના જવાબ પર અત્યાર સુધીમાં 14 હજારથી વધુ યુઝર્સે રિએક્ટ કર્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં અનુષ્કા શર્મા તેની અપકમિંગ ફિલ્મ ચકદા એક્સપ્રેસને કારણે ચર્ચામાં છે. બોલિવૂડમાં માતા બન્યા બાદ આ તેની પહેલી કમબેક ફિલ્મ છે. ચકદા એક્સપ્રેસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ પ્રોસિત રોય દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર અનુષ્કાના ભાઈ કર્ણેશ શર્માની ક્લીન સ્લેટ ફિલ્મ્સે સપોર્ટ કર્યું છે.