Anupam Kher : અનુરાગ બાસુએ અનુપમ માટે બનાવી સ્પેશિયલ વાનગી, એક્ટરે કહ્યું- ફિલ્મમાં રોલ આપ્યો અને ઢોસા પણ

Anupam Kher Video : અનુપમ ખેર હાલમાં તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે ફિલ્મના સેટનો એક નવો વીડિયો શેર કર્યો છે.

Anupam Kher : અનુરાગ બાસુએ અનુપમ માટે બનાવી સ્પેશિયલ વાનગી, એક્ટરે કહ્યું- ફિલ્મમાં રોલ આપ્યો અને ઢોસા પણ
| Edited By: | Updated on: Apr 09, 2023 | 10:25 AM

Anupam Kher Video : બોલિવૂડના વર્સેટાઈલ અભિનેતા અનુપમ ખેર અવાર-નવાર તેમના જીવનની ક્ષણો દરેક સાથે શેર કરે છે. ફિલ્મ સેટ હોય કે ઘરે અનુપમ ખેર તેની આસપાસ થતી પ્રવૃત્તિઓને કેમેરામાં કેદ કરે છે. આ દિવસોમાં અભિનેતા તેની આગામી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’નું શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન તેણે એક વીડિયો શેર કર્યો છે. જેની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો : Viral: ગરીબ બાળકોએ પુલ ગેમ રમવા અપનાવ્યો દેશી જુગાડ, વીડિયો જોઈ અનુપમ ખેર પણ થઈ ગયા ફિદા

વાસ્તવમાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો અપલોડ કર્યો છે. જે ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ના સેટનો વીડિયો છે. આ વીડિયોમાં તેની સાથે અનુરાગ બાસુ પણ જોવા મળી રહ્યા છે પરંતુ વીડિયોમાં તે ફિલ્મ નિર્દેશક નહીં પણ ઢોસા બનાવતા જોવા મળે છે. વીડિયોમાં અનુપમ બધાને ચૂપ રહેવાનું કહે છે. જે પછી અનુરાગ બાસુ ઢોસાના ખીરાને તવા પર ફેલાવવાનું શરૂ કરે છે. અનુપમના ડાયટને ધ્યાનમાં રાખીને અનુરાગ તેના માટે ઈંડાના ઢોસા બનાવે છે.

જુઓ Viral video

બીજી તરફ અનુપમ ખેર આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનથી જોઈ રહ્યા છે અને વચ્ચે પોતાના સૂચનો પણ આપી રહ્યા છે. ફિલ્મના દિગ્દર્શક પોતાની સ્ટાર કાસ્ટ માટે રસોઈ બનાવતા હોય ત્યારે ભાગ્યે જ જોવા મળે છે. અનુરાગની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ વીડિયો શેર કરતી વખતે અનુપમે કેપ્શનમાં અનુરાગના વખાણ કર્યા છે. તેણે લખ્યું કે, આજના તાજા સમાચાર, અનુરાગ બસુએ #MetroInDino ના સેટ પર અનુપમ ખેર માટે ઈંડાનો ઢોસા બનાવ્યો.

અનુપમે ખુલ્લેઆમ અનુરાગ બાસુના વખાણ કર્યા

પરંતુ પંચ લાઈન જેણે સૌનું ધ્યાન ખેંચ્યું તે એ હતું કે તેને ફિલ્મમાં રોલની સાથે થાળીમાં ઢોસા પણ આપવામાં આવ્યો હતો. ઇંડા ઢોસા પીરસ્યા પછી અનુપમે બધાને તાળીઓ પાડવા કહ્યું. આ ઉપરાંત ઢોસાનો સ્વાદ ચાખ્યા પછી અનુપમે ખુલ્લેઆમ અનુરાગ બાસુના વખાણ કર્યા અને તેમને તેમની દરેક ફિલ્મમાં કાસ્ટ કરવા માટે પણ કહ્યું. બંનેનો આ ફની વીડિયો ફેન્સ ખૂબ એન્જોય કરી રહ્યા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…