Anupam Kherનું છલકાયું દુ:ખ, કહ્યું- આદિત્ય ચોપરા અને કરણ જોહર પાસેથી નથી મળી રહ્યું કામ

Anupam Kher કંગના રનૌતની 'ઇમરજન્સી'માં (Emergency) જોવા મળશે. ફિલ્મમાંથી તેનો લુક પણ બહાર આવ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેર જયપ્રકાશ નારાયણના રોલમાં જોવા મળશે.

Anupam Kherનું છલકાયું દુ:ખ, કહ્યું- આદિત્ય ચોપરા અને કરણ જોહર પાસેથી નથી મળી રહ્યું કામ
Anupam kher
| Edited By: | Updated on: Aug 28, 2022 | 7:51 AM

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર (Anupam Kher) ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) બાદ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મે ટિકિટ બારી પર રેકોર્ડ કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, અનુપમ ખેરે બોલિવૂડમાં અત્યાર સુધી 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની વર્તમાન બોલિવૂડ સફરમાં અનુપમ ખેરે મોટા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું છે. અનુપમ ખેર તેમના નિવેદનો માટે જાણીતા છે. હાલમાં જ તેમનું એક એવું નિવેદન સામે આવ્યું છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.

કરણ જોહર અને આદિત્ય ચોપરા પાસેથી નથી મળતું કામ

અનુપમ ખેર કહે છે કે, તેને કરણ જોહર, આદિત્ય ચોપરા અને સાજિદ નડિયાદવાલા પાસેથી કામ મળવાનું બંધ થઈ ગયું છે. અનુપમ ખેરે આ દિગ્દર્શકો સાથે મોટી ફિલ્મો કરી છે. જેમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘વીર ઝરા’ જેવી ફિલ્મોના નામ સામેલ છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અનિપમ ખેરે કહ્યું કે આજના સમયમાં હું મેઈનસ્ટ્રીમ સિનેમાનો હિસ્સો નથી. તેણે કહ્યું કે, તે આદિત્ય ચોપરા, સાજિદ નડિયાદવાલા અને કરણ જોહરની ફિલ્મો નથી કરી રહ્યો. આ લોકો મને રોલ નથી આપી રહ્યા.

મને દુઃખ થાય છે: અનુપમ ખેર

પોતાની વાત ચાલુ રાખતા અનુપમ ખેરે કહ્યું કે, એક સમયે તે આ લોકોને ખૂબ પસંદ કરતા હતા. આ તમામ ફિલ્મોમાં તેણે કામ કર્યું હતું. પરંતુ તેઓ મને હવે કાસ્ટ કરતા નથી. જો કે, હું તેમને દોષ આપતો નથી. જ્યારે તેઓએ મને કાસ્ટ ન કર્યો ત્યારે મેં સાઉથની ફિલ્મો કરવાનું શરૂ કર્યું. અનિપમ ખેર સુરજ બડજાત્યાની ફિલ્મ હાઈટમાં પણ કામ કરી રહ્યો છે. અનુપમ ખેરે કહ્યું કે, જે લોકો એક સમયે મારા મિત્રો હતા, તેઓ હવે મને ફિલ્મોમાં નહીં લે તો મારે શું કરવું જોઈએ. હું પીડા અને દુઃખ અનુભવું છું.

નોંધનીય છે કે, અનુપમ ખેર કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળવાના છે. ફિલ્મમાંથી તેનો લુક પણ બહાર આવ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેર જયપ્રકાશ નારાયણના રોલમાં જોવા મળશે. તે જ સમયે, આ ફિલ્મ સિવાય અનુપમ ખેર નીના ગુપ્તા સાથે બીજી ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બલબો’માં કામ કરી રહ્યા છે.