Anil Kapoor Video: ઓક્સિજન માસ્ક પહેરીને ટ્રેડમિલ પર દોડતા જોવા મળ્યા અનિલ કપૂર, કઈ ફિલ્મની કરી રહ્યા છે તૈયારી?

Anil Kapoor Instagram: અનિલ કપૂર (Anil Kapoor) હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તેની નવી પોસ્ટ જોઈને લાગે છે કે તે કોઈ ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. પરંતુ તેને કેપ્શનમાં ફિલ્મ વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

Anil Kapoor Video: ઓક્સિજન માસ્ક પહેરીને ટ્રેડમિલ પર દોડતા જોવા મળ્યા અનિલ કપૂર, કઈ ફિલ્મની કરી રહ્યા છે તૈયારી?
Anil Kapoor
| Edited By: | Updated on: Apr 09, 2023 | 8:33 PM

Anil Kapoor Upcoming Movie: બોલિવુડનો એવરગ્રીન સ્ટાર અનિલ કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તેની લેટેસ્ટ પોસ્ટ તેની પોતાની અપકમિંગ ફિલ્મ તરફ ઈશારો કરી રહી છે. આ પોસ્ટમાં અનિલ કપૂર ‘ફાઈટર મોડ’માં જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફેન્સ એક્ટરની આ સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે.

અનિલ કપૂરની લેટેસ્ટ પોસ્ટ મચાવી રહી છે ધૂમ

તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનિલ કપૂરની લેટેસ્ટ પોસ્ટ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ તસવીરો અને વીડિયોની સિરીઝમાં એક્ટર બ્લૂ કલરના ઓક્સિજન માસ્ક સાથે ટ્રેડમિલ પર દોડતો જોવા મળે છે. ફેન્સ એવરગ્રીન સ્ટારના વખાણ કરતા થાકતા નથી. રિપોર્ટ મુજબ આ અનિલની ટ્રેનિંગની તસવીરો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

અનિલ કપૂરની પોસ્ટ પર ફેન્સથી લઈને તમામ સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. નીતૂ કપૂર, રોહિત સુરેશ સરફ, જેકી શ્રોફ, શિલ્પા શેટ્ટી, હુમા કુરેશી અને ફાતિમા સના શેખ જેવા સ્ટાર્સે તેના હાર્ડ વર્કની પ્રશંસા કરી છે. ઋતિક રોશને ફાઈટર ટ્રેનિંગ વિશે પણ ખુલાસો કર્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરતી વખતે તેના મસલ્સ ફ્લોન્ટ કર્યા છે.

આ પણ વાંચો : Raveena Tandon: રવીના ટંડનની ફેન છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ! જોઈ છે તેની તમામ ફિલ્મો, એક્ટ્રેસે કર્યો આ વાતનો ખુલાસો

અહીં જુઓ ઋતિક રોશનની પોસ્ટ

તમને જણાવી દઈએ કે આ સ્ટાર્સ તેમની અપકમિંગ ફિલ્મ ફાઈટરની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ઋતિક રોશન અને અનિલ કપૂર સિવાય દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. હાલમાં આ ફિલ્મ પ્રોડક્શન હેઠળ છે. જ્યારે ફાઈટર સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બની રહી છે. બેંગ બેંગ અને વોરની સફળતા બાદ ઋતિક અને સિદ્ધાર્થની આ ત્રીજી ફિલ્મ છે. મળતી માહિતી મુજબ ફાઈટર આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…