Ananya Panday And Aditya Roy Kapur: ડેટિંગના સમાચારો વચ્ચે રોમેન્ટિક થયા આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે, સાથે મનાવી રહ્યા છે વેકેશન

Ananya Panday And Aditya Roy Kapur: અનન્યા પાંડે (Ananya Panday) અને આદિત્ય રોય કપૂરની (Aditya Roy Kapur) કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સાથે પોર્ટુગલના લિસ્બનમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો છે.

Ananya Panday And Aditya Roy Kapur: ડેટિંગના સમાચારો વચ્ચે રોમેન્ટિક થયા આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે, સાથે મનાવી રહ્યા છે વેકેશન
Ananya Panday And Aditya Roy Kapur
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 12, 2023 | 7:40 PM

ફિલ્મ સ્ટાર્સ તેમના કામની સાથે સાથે તેમની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ઘણા સમયથી બોલિવુડ એક્ટર આદિત્ય રોય કપૂર (Ananya Panday) અને એક્ટ્રેસ અનન્યા પાંડેનું (Ananya Panday) નામ એક સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનન્યા અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ બંનેમાંથી કોઈએ અત્યાર સુધી પોતાની રિલેશનશિપ વિશે કંઈ કહ્યું નથી. આ દરમિયાન બંનેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

માનવ મંગલાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર અનન્યા અને આદિત્યની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં બંને સાથે જોવા મળે છે. એક્ટર શોર્ટ્સ અને ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે એક્ટ્રેસ સુંદર ગાઉનમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં આદિત્ય અનન્યાને હગ કરતો જોવા મળી રહ્યો છે.

(PC: manav.manglani Instagram)

સાથે મનાવી રહ્યા છે વેકેશન

માનવ મંગલાનીએ તસવીરો શેર કરતી વખતે કહ્યું કે અનન્યા અને આદિત્યએ પોર્ટુગલના લિસ્બનમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો છે. આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે બંનેના અફેરની અટકળો વધુ તેજ બની છે. આ પહેલીવાર નથી, આ પહેલા પણ બંનેને સાથે ઘણી જગ્યાઓ પર સ્પોટ કરવામાં આવ્યા છે.

(VC: Aditya Roy Kapur Instagram)

અનન્યા અને આદિત્યનો વર્કફ્રન્ટ

પર્સનલ લાઈફ સિવાય જો બંનેની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો આદિત્ય હાલમાં જ વેબ સીરિઝ ધ નાઈટ મેનેજરના બીજા પાર્ટમાં જોવા મળ્યો હતો. આ પાર્ટ 30 જૂનથી ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. તો અનન્યા પાંડે છેલ્લે ઓગસ્ટ 2022માં ફિલ્મ લાઈગરમાં જોવા મળી હતી. તેની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2 છે, જે 25 ઓગસ્ટે રિલીઝ થશે.

(VC: Ananya Panday Instagram)

આ પણ વાંચો : ‘જવાન’માં શાહરૂખ ખાનના બાલ્ડ લુક પરના ફની મીમ્સ થયા વાયરલ, ટામેટાં સાથે થઈ તુલના

ડ્રીમ ગર્લ 2 પહેલા એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમકહાનીમાં પણ જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 28 જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મમાં અનન્યા કેમિયો રોલમાં હશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:39 pm, Wed, 12 July 23