Amitabh Bachchan : અમિતાભ બચ્ચને ‘કમલા પસંદ’ને કાનૂની નોટિસ મોકલી, પાન મસાલા કંપનીની જાહેરાત રોકવાની કરી માગ

|

Nov 21, 2021 | 4:55 PM

ઘણા સમયથી અમિતાભ બચ્ચનને તેમની પાન મસાલાની જાહેરાત માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ જ તેમણે આ મોટું પગલું ભર્યું હતું.

Amitabh Bachchan : અમિતાભ બચ્ચને કમલા પસંદને કાનૂની નોટિસ મોકલી, પાન મસાલા કંપનીની જાહેરાત રોકવાની કરી માગ
Amitabh Bachchan

Follow us on

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) 11 ઓક્ટોબરે એટલે કે તેમના જન્મદિવસના અવસર પર પાન મસાલા કંપની ‘કમલા પસંદ’ (Kamala Pasand) સાથેનો તેમનો કરાર રદ કર્યો હતો. આ દરમિયાન હવે એ વાત સામે આવી છે કે અમિતાભ બચ્ચને પાન મસાલા (Pan Masala) કંપનીને લીગલ નોટિસ મોકલીને માગ કરી છે કે પાન મસાલાની જે જાહેરાતોમાં તેઓ છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે એટલે કે તેનું પ્રસારણ બંધ કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને કમલા પસંદ કંપની સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ ખતમ કર્યો હતો. આ પછી અમિતાભે ઐતિહાસિક પગલું ભરતા પાન મસાલા કંપનીને તેમની જાહેરાતો રોકવા માટે કાનૂની નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર, એન્ડોર્સમેન્ટ કરારની સમાપ્તિ છતાં પાન મસાલા બ્રાન્ડ કમલા પાસંદે અમિતાભ બચ્ચન દર્શાવતી ટીવી જાહેરાતોનું પ્રસારણ ચાલુ રાખ્યું છે.

જાણો અમિતાભે કોન્ટ્રાક્ટ કેમ ખતમ કર્યો?
સૂત્રોને ટાંકીને અહેવાલમાં લખવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચનની ઓફિસમાંથી જાણવા મળ્યું છે કે કમલા પાસંદને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. જેમાં અમિતાભ બચ્ચનની ટીવી જાહેરાતોનું પ્રસારણ તાત્કાલિક રોકવા માટે કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તમને જણાવી દઈએ કે કંપની સાથેનો કોન્ટ્રાક્ટ ખતમ કરતી વખતે અમિતાભ બચ્ચને જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અમિતાભ બચ્ચને કમલા પાસંદની જાહેરાત પ્રસારિત થયાના થોડા દિવસો બાદ આ બ્રાન્ડનો સંપર્ક કર્યો હતો અને ગયા અઠવાડિયે પોતાને તેમાંથી બહાર કાઢ્યા હતા.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તે જાણવામાં આવ્યું કે તેણે આવું શા માટે કર્યું, ત્યારે ખબર પડી કે જ્યારે અમિતાભ આ બ્રાન્ડ સાથે જોડાયા ત્યારે તેમને ખબર ન હતી કે તે સરોગેટ જાહેરાત હેઠળ આવે છે. તેણે આ બ્રાંડ સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો છે. આ સાથે તેણે પ્રમોશન માટે મળેલી રકમ પણ પરત કરી દીધી છે.

વાસ્તવમાં, ઘણા સમયથી અમિતાભ બચ્ચનને તેમની પાન મસાલાની જાહેરાત માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ જ તેમણે આ મોટું પગલું ભર્યું હતું. જ્યારે તેણે પાન મસાલા બ્રાન્ડ સાથેનો કરાર સમાપ્ત કર્યો ત્યારે પણ તે ટ્રોલ થયા હતા. આ અંગે પોતાનું સ્ટેન્ડ આપતા અમિતાભે કહ્યું હતું કે આ એક એન્ટરટેઈનમેન્ટ બિઝનેસનો ભાગ છે, જે ઘણા લોકોને રોજગાર આપે છે.

આ પણ વાંચો : Kangana Ranaut Controversy : દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ કંગના રનૌત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

Published On - 11:56 am, Sun, 21 November 21

Next Article