હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક બચ્ચનના જોરદાર વખાણ કર્યા છે. અભિષેક બચ્ચનને ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સમાં દસવી માટે ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ મળવા પર પિતા અમિતાભ બચ્ચન ગર્વ અનુભવે છે. આ દરમિયાન તેને એ પણ જણાવ્યું કે કેવી રીતે અભિષેકની મજાક ઉડાવવામાં આવી હતી.
Silently you worked your destined way ,
Never did you let your determination stray ;
You bore the brunt of bias thought ,
And quietly brought all of them to naught !!!!You are a CHAMPION Abhishek !
and you will remain a CHAMPION always ..
💪 💪💪@juniorbachchan https://t.co/hcOg0qMQE0— Amitabh Bachchan (@SrBachchan) December 18, 2022
અમિતાભ બચ્ચને એવોર્ડ અનાઉન્સમેન્ટની તસવીર શેયર કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મારું ગૌરવ, મારી ખુશી.. તે તારી વાત સાબિત કરી દીધી.. તને ટોન્ટ મારવામાં આવ્યા, મજાક કરવામાં આવી… પરંતુ તમે કોઈ અવાજ કર્યા વિના ચૂપચાપ, તમારી હિંમત બતાવી.. તમે સૌથી શ્રેષ્ઠ છો અને હંમેશા રહેશો..”
અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતી પોસ્ટ પર ઘણા ફેન્સની સાથે સાથે અભિષેકની ભાણી નવ્યા નંદાએ પણ પ્રતિક્રિયા આપી. તેણે રેડ હાર્ટ ઈમોજી શેયર કર્યું. તેના સિવાય હિમેશ રેશમિયા અને નીના ગુપ્તા જેવા કલાકારોએ પણ અભિષેકને બેસ્ટ એક્ટર બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તુષાર જલોટાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ દસવીને ફિલ્મફેર ઓટીટી એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મમાં અભિષેકની સાથે નિમત કૌર. યામી ગૌતમ, મનુ ઋષિ ચઢ્ઢા અને શિવકાંત પરિહાર જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ 7 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.
તાપસી પન્નીને લૂપ લપેટા ફિલ્મ માટે બેસ્ટ ફીમેલ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય બેસ્ટ સિરીઝ કેટેગરીમાં રોકેટ બોયઝ, બેસ્ટ સિરીઝ ક્રિટીક્સ કેટેગરીમાં તબ્બરને, બેસ્ટ એક્ટર સિરીઝ કેટેગરીમાં પવન મલ્હોત્રાને (તબ્બર માટે), બેસ્ટ એક્ટર ડ્રામા કેટેગરીમાં જિમ સર્ભને (રોકેટ બોયઝ માટે) અને બેસ્ટ એક્ટ્રેસ સિરીઝ ફીમેલ કેટેગરીમાં રવીના ટંડનને (અરન્યક માટે) એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Published On - 4:05 pm, Thu, 22 December 22