ટ્વિટર પરથી ગાયબ થયું બ્લુ ટિક, બિગ બીએ કહ્યું- એ Twitter ભૈયા! તમે સાંભળી રહ્યા છો? હવે અમે પણ પૈસા ભરી દીધા છે

Amitabh Bachchan Blue Tick: ટ્વિટર પરથી બ્લુ ટિક ગાયબ થયા બાદ અમિતાભ બચ્ચને હાલમાં જ એક ટ્વિટ કર્યું છે. તેમનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે બિગ બીએ Elon Muskને ફિલ્મી સ્ટાઈલમાં બ્લુ ટિક પરત કરવા વિનંતી કરી છે.

ટ્વિટર પરથી ગાયબ થયું બ્લુ ટિક, બિગ બીએ કહ્યું- એ Twitter  ભૈયા! તમે સાંભળી રહ્યા છો? હવે અમે પણ પૈસા ભરી દીધા છે
| Edited By: | Updated on: Apr 21, 2023 | 4:45 PM

Twitter એ 20 એપ્રિલના રોજ વેરિફાઈડ અકાઉન્ટમાંથી બ્લુ ટિક દુર કરી નાંખ્યું છે. ત્યારબાદ સૌ કોઈના ટ્વિટર હેન્ડલ પરથી બ્લુ ટિક દુર થઈ ગયું છે. આ વચ્ચે અભિનેતા અમિતાભ બચ્ચને પણ ફિલ્મી અંદાજમાં એક ટ્વિટ કરી પોતાના બ્લુ ટ્વિટ ટિક માટે એલોન મસ્કને અપીલ કરી છે. પોતાના વેરિફાય અકાઉન્ટ પરથી બ્લુ ટિક ગાયબ થવા પર બિગ બી પણ પરેશાન જોવા મળી રહ્યા છે.

તેમણે શાનદાર અંદાજમાં ટ્વિટ લખ્યું છે કે, એ ટ્વિટર ભૈયા સુન રહે હૈ ? અબ તો પૈસા ભી ભર દિયે હૈ હમ… તો ઉ જો નીલ કમલ હોતા હૈ ના, હમારા નામ કે આગે, ઉ તો વાપસ લગાય દે ભૈયા તાકિ લોગ જાન જાય કે હમ હી હૈ Amitabh Bachchan

 

 

બિગ બીની પરેશાન થવા પાછળનું કારણ એ છે કે, પેમેન્ટ કર્યા બાદ પણ તેનું બ્લુ ટિક દુર કરવામાં આવ્યું છે. હવે અમિતાભ બચ્ચનનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, તેના પર યુઝર સતત પોતાનું રિએક્શન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બ્લુ ટિક ગાયબ થવા પર અમિતાભ બચ્ચનની સાથે સાથે અન્ય સેલિબ્રિટીની પણ આવી હાલત છે. તેની મુશ્કેલીનું આ કારણ છે કે, તેના ચાહકો તેને સોશિયલ મીડિયા પર ઓળખી શકશે નહિ,

 

 

અમિતાભ બચ્ચન પોતાના ટ્વિટર હેન્ડલ પર બે દિવસથી સતત ટ્વિટ કરી રહ્યા છે. આ પહેલા તેણે 19 એપ્રિલે બે ટ્વિટ કર્યા હતા. જેમાં તેણે ખોટું ટ્વીટ કરવા બદલ માફી પણ માંગી હતી. તેમજ લખ્યું હતું કે Sorry sorry sorry.. ભૂલ થઈ હતી, હવે તેને સુધારી દેવામાં આવી છે. એટલા માટે અગાઉની ટ્વીટ ડિલીટ કરવું પડ્યું છે. હવે લેટેસ્ટ ટ્વીટ તેની બ્લુ ટિક માટે છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે શું મસ્ક બિગ બીની આ અપીલ પર કોઈ પ્રતિક્રિયા આપે છે?

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…