Manoj Muntashir on Adipurush : રામાયણ પર આધારિત કૃતિ સેનન અને પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’નો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. વાસ્તવમાં કેટલાક દર્શકોએ ફિલ્મમાં વપરાતા સંવાદ સામે વાંધો ઉઠાવ્યો હતો. શરૂઆતમાં બમ્પર ઓપનિંગ પછી, વિવાદ વધતો રહ્યો. જે બાદ ફિલ્મના લેખક મનોજ મુન્તાશીરે પણ અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો. જો કે વિવાદમાં ફસાયા બાદ મનોજ મુન્તાશીરે ઈન્સ્ટાગ્રામ દ્વારા પોસ્ટ શેર કરીને લોકોની માફી માંગી છે.
આ પણ વાંચો : Adipurush : રામાયણના ઈસ્લામીકરણ પર ‘આદિપુરુષ’ના ડિરેક્ટરને કાનૂની નોટિસ, કહ્યું 7 દિવસમાં માફી માગો
લેખક મનોજ મુન્તાશીરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હાથ જોડીને હું મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, આદરણીય સંતો અને શ્રી રામના ભક્તોની બિનશરતી માફી માંગું છું. ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, અતૂટ રહીને આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે. હકીકતમાં ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ લોકો મનોજ મુન્તાશીર પાસે માફીની માંગ કરી રહ્યા હતા.
વાસ્તવમાં, ફિલ્મ ‘આદિપુરુષ’માં આવા ઘણા સંવાદોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પછી સોશિયલ મીડિયા પર લોકો મેકર્સ સામે સતત નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. જે બાદ ફિલ્મના ડાયલોગ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, ‘બાપ વાળા’ ડાયલોગને બદલે હવે ફિલ્મમાં ‘લંકા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કૃતિ સેનન અને પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. તેની રિલીઝ પહેલા જ લોકોએ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ કરાવી લીધું હતું, જેના કારણે ફિલ્મને બમ્પર ઓપનિંગ મળી હતી. જો કે, ફિલ્મ જોયા પછી, ચાહકો ડાયલોગ્સને લઈને ખૂબ ગુસ્સે થયા હતા. મનોજ મુન્તાશીરે માફી માંગ્યા પછી પણ લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે.
‘આદિપુરુષ’ ફિલ્મને આધુનિક રીતે બતાવવાને લઈને લોકો બિલકુલ ખુશ નથી, જેના માટે લોકો મનોજ મુન્તાશીરનો સતત વિરોધ કરી રહ્યા છે. જો કે મનોજ મુન્તાશીરની માફીની પોસ્ટ પર કોમેન્ટ કરતા યુઝર્સે લખ્યું કે, પહેલા ધર્મના ધજીયા ઉડાવો અને પછી માફી માગો.