અમેરિકન લેખક ક્રિસ ગોરે ‘ધાકડ’ પર કમેન્ટ્સ કરી, સામે આવી કંગના રનૌતની શાનદાર પ્રતિક્રિયા

કંગનાની ફિલ્મ ધાકડના (Dhaakad) ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ધાકડનું ટ્રેલર અત્યાર સુધીમાં 22 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

અમેરિકન લેખક ક્રિસ ગોરે ધાકડ પર કમેન્ટ્સ કરી, સામે આવી કંગના રનૌતની શાનદાર પ્રતિક્રિયા
Kangana Ranaut - File Photo
| Edited By: | Updated on: May 01, 2022 | 3:55 PM

હાલમાં જ કંગના રનૌતની (Kangana Ranaut) ફિલ્મ ‘ધાકડ’નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર જોઈને ચાહકો કહી રહ્યા છે કે કંગનાની આ આવનારી ફિલ્મ કોઈ હોલિવૂડ ફિલ્મથી ઓછી નહીં હોય. ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. આ સાથે જ કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર હિટ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરને માત્ર ભારતીય દર્શકો જ નહીં પરંતુ વિદેશમાંથી પણ પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન અમેરિકન લેખક ક્રિસ ગોરે પણ ‘ધાકડ’ના ટ્રેલર (Dhaakad Trailer) પર ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર કંગનની ફિલ્મના ટ્રેલરને લઈને લેખકે તેના નિર્માણની પ્રશંસા કરી હતી. ક્રિસ ગોરે (American Writer Chris Gore) ફિલ્મ ધાકડના ટ્રેલરને રીટ્વીટ કર્યું.

હોલીવુડની ફિલ્મ સાથે કરી કંગનાનું Dhaakad Trailerની સરખામણી

આ દરમિયાન તેણે કંગનાના ટ્રેલરની તુલના હોલીવુડની ફિલ્મ સાથે પણ કરી હતી. લેખકે કહ્યું- ફિલ્મ ‘ધાકડ’ના ટ્રેલરની તુલના હોલીવુડની ફિલ્મ ‘બ્લેક વિડો’ સાથે કરી. તેણે લખ્યું, “બ્લેક વિડો ફિલ્મ પણ આવી જ હોવી જોઈએ. #DhaakadTrailer #Dhaakad.’

કંગનાએ આપ્યો બિન્દાસ જવાબ

આ પોસ્ટમાં કંગનાને અમેરિકન રાઈટર દ્વારા પણ ટેગ કરવામાં આવી હતી. જેથી કંગનાએ પણ આ પોસ્ટનો ખ્યાલ આવતાં જ જવાબ આપ્યો હતો. કંગનાએ આનો મજેદાર રીતે જવાબ આપ્યો – ‘મેં કહ્યું ને કે ભારતીયો બધામાં શ્રેષ્ઠ છે.’ કંગનાએ અમેરિકન લેખકની પોસ્ટને રી-પોસ્ટ કરીને જવાબ આપ્યો.

કંગનાની શાનદાર પોસ્ટ

કંગનાની ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ધાકડનું ટ્રેલર અત્યાર સુધીમાં 22 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. ટ્રેલરમાં કંગનાની એક્શન અને તેની સ્ટાઈલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં લોકો કંગના વિશે કહી રહ્યા છે કે કંગના આ કેવી રીતે કરે છે. સોશિયલ મીડિયા પર કંગનાના પરફેક્શનના વખાણ થઈ રહ્યા છે. તો કોઈ કહે છે કે હું વિશ્વાસ નથી કરી શકતો કે બોલીવુડ પણ આ સ્તરને સ્પર્શી શકે છે.

નોંધનીય છે કે, અત્યાર સુધી બોલિવૂડને હોલીવુડની ફિલ્મોની નકલ પણ કહેવામાં આવતી હતી. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોપી કર્યા પછી પણ તે પરફેક્શન બોલિવૂડ ફિલ્મોના સીન્સમાં નથી આવતું. આવી સ્થિતિમાં કંગનાની ફિલ્મ ધાકડના ટ્રેલરની પ્રશંસા મેળવવી અને તેની તુલના હોલીવુડની ફિલ્મ સાથે કરવી એ એક મોટું કોમ્પ્લિમેન્ટ માનવામાં આવે છે.

આ પણ વાંચો: UP: WWEમાં ભદોહીનો લાલ બન્યો વીર મહાન, તેના પર બની છે હોલીવુડની ફિલ્મ, વિદેશી છોકરીઓ પણ તેના પર પાગલ છે

આ પણ વાંચો: Viral Video: રેસ્ટોરન્ટમાં મિત્રોને સુઝી એક અદ્ભુત રમત, જૂઓ કઈ રીતે રમ્યા ડાઈનિંગ ટેબલ પર રમત