Pushpa: રશિયામાં રિલીઝ થશે ‘પુષ્પા ધ રાઈઝ’, ગ્રાન્ડ પ્રીમિયરમાં હાજરી આપશે અલ્લુ અર્જુન

|

Nov 27, 2022 | 7:08 PM

Pushpa The Rise: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનના (Allu Arjun) ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સુપરહિટ ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ' હવે રશિયામાં રિલીઝ થવા જઈ રહી છે. અલ્લુ અર્જુન ડિસેમ્બરમાં રશિયામાં ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપવા પણ જશે.

Pushpa: રશિયામાં રિલીઝ થશે પુષ્પા ધ રાઈઝ, ગ્રાન્ડ પ્રીમિયરમાં હાજરી આપશે અલ્લુ અર્જુન
Allu-Arjun

Follow us on

Pushpa The Rise: છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉથની ફિલ્મોએ ખૂબ જ ધૂમ મચાવી છે. આવી જ એક ફિલ્મ છે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઈઝ’ . જેને ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઘણો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર છે. આ ફિલ્મ માટે ફેન્સમાં ગજબનો ક્રેઝ જોવા મળ્યો. ‘પુષ્પાઃ ધ રાઈઝ’ રિલીઝ પહેલા જ સતત ચર્ચામાં હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર તેનો દબદબો રહ્યો હતો. ‘પુષ્પાઃ ધ રાઈઝ’ એ જોરદાર કમાણી કરીને બધાને હેરાન કરી દીધા.

મેકર્સની અપેક્ષા કરતાં વધુ ‘પુષ્પાઃ ધ રાઈઝ’એ કમાણી કરી હતી. આ ફિલ્મને ફેન્સનો અપાર પ્રેમ મળ્યો. સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ફેન્સ પણ આ ફિલ્મમાં તેમના ફેવરિટ એક્ટરને જોઈને ખૂબ જ ખુશ હતા. હવે ફિલ્મના ફેન્સ માટે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની લોકપ્રિયતા જોયા બાદ હવે આ ફિલ્મ રશિયામાં પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. અલ્લુ અર્જુન આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં રશિયામાં ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપવા પણ જશે.

રશ્મિકા મંદાના પણ જોવા મળી હતી

‘પુષ્પા ધ રાઈઝ’ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સુકુમારે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સિવાય એક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માટે રશ્મિકાને પણ ઘણી પ્રશંસા મળી હતી. તમિલની સાથે સાથે તેલુગુ, હિન્દીમાં પણ આ ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારથી બોક્સ ઓફિસ પર સફળતા મળી છે, ત્યારથી ફેન્સ આ ફિલ્મના આગામી ભાગની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની વાર્તાની સાથે ફિલ્મના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

ડિસેમ્બરમાં રશિયા જશે અલ્લુ અર્જુન

આવામાં ‘પુષ્પાઃ ધ રાઈઝ’ આવતા મહિને રશિયામાં રિલીઝ થશે. મળતી માહિતી અનુસાર સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મની રિલીઝના એક અઠવાડિયા પહેલા રશિયા પહોંચવાનો છે. એક્ટર ટૂંક સમયમાં ત્યાં પહોંચીને ‘પુષ્પાઃ ધ રાઈઝ’નું પ્રમોશન કરશે. મેકર્સ અને સ્ટાર્સ ઈચ્છે છે કે વધુને વધુ લોકો આ ફિલ્મ જુએ. એટલા માટે તે પ્રમોશનમાં કોઈ કસર છોડવા માંગતો નથી.

Next Article