અલ્લુ અર્જુન અને નીરજ ચોપરાએ એકબીજાના સિગ્નેચર સ્ટેપ્સની કરી કોપી, જુઓ વાયરલ વીડિયો

સ્ટાઈલિશ સ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) અને ઓલિમ્પિક ચેમ્પિયન ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાનો (Neeraj Chopra) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

અલ્લુ અર્જુન અને નીરજ ચોપરાએ એકબીજાના સિગ્નેચર સ્ટેપ્સની કરી કોપી, જુઓ વાયરલ વીડિયો
Allu Arjun and Neeraj Chopra
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Oct 14, 2022 | 4:23 PM

સ્ટાઈલિશ સ્ટાર અલ્લુ અર્જુનના (Allu Arjun) ફેન્સ અત્યારે ઘણા ખુશ છે. અલ્લુ અર્જુનને હાલમાં જ એન્ટરટેઈનમેન્ટ જગત માટે ‘ઈન્ડિયન ઓફ ધ યર’ના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ ઓલિમ્પિક ચેમ્પિયન ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા (Neeraj Chopra) સાથેનો તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અલ્લુ અર્જુન અને નીરજ ચોપરાના આ વીડિયોમાં બંનેનો સ્વેગ જોવા મળી રહ્યો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અલ્લુ અને નીરજનો વીડિયો વાયરલ

અલ્લુ અર્જુનને હાલમાં જ એક ઈવેન્ટમાં ‘ઈન્ડિયન ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઈવેન્ટમાં અલ્લુ નીરજ ચોપરાને પણ મળ્યો હતો. આ મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં અલ્લુ નીરજની જેમ જેવલિન માટે પોઝ આપી રહ્યો છે, જ્યારે નીરજે અલ્લુની ફિલ્મ પુષ્પાનો સિગ્નેચર પોઝ આપ્યો છે. આ સિવાય બંને પુષ્પા સ્ટાઈલમાં સાથે પોઝ આપતા જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. જ્યાં અલ્લુ અર્જુનના ફેન્સ ડાઉન ટુ અર્થ હોવાના કારણે તેના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ ફેન્સ પણ ચાર્મિંગ બોય નીરજના વખાણ કરતા પોતાને રોકી શક્યા નથી. અલ્લુ અને નીરજ જે રીતે એકબીજા સાથે વાત કરી રહ્યા છે તે ક્યુટનેસ ફેન્સને પસંદ આવી રહી છે. અલ્લુ અને નીરજનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સ ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

‘પુષ્પા ધ રૂલ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફેન્સ

ગયા વર્ષે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા – ધ રાઇઝ’ રીલિઝ થઈ હતી જેને માત્ર ક્રિટિક્સ દ્વારા જ નહીં પરંતુ દર્શકો દ્વારા પણ પસંદ કરવામાં આવી હતી. પહેલા ફિલ્મે થિયેટરોમાં ઘણી કમાણી કરી હતી અને ત્યારબાદ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થયા પછી પણ ફિલ્મને વધુ મજબૂત માઉથ પબ્લિસિટી મળી. ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ થયા બાદ હવે દર્શકો ફિલ્મ પુષ્પા ધ રૂલના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં અલ્લુની સાથે રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ લીડ રોલમાં જોવા મળશે.