Alka Yagnik એ યુટયુબ પ્લેટફોર્મ પર મેળવી મોટી સિધ્ધી, BTS અને Taylor Swift ઇન્ટરનેશનલ કલાકારોને ચટાડી ધૂળ

Alka Yagnik Top Listed Singer on Youtube: બોલિવૂડની લોકપ્રિય પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકે 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી વધુ સંભળાયેલી ગાયિકાનો રેકોર્ડ બનાવ્યો છે.

Alka Yagnik એ યુટયુબ પ્લેટફોર્મ પર મેળવી મોટી સિધ્ધી, BTS અને  Taylor Swift ઇન્ટરનેશનલ કલાકારોને ચટાડી ધૂળ
Alka Yagnik - BTS
| Edited By: | Updated on: Jan 29, 2023 | 3:14 PM

Alka Yagnik Top Listed Singer on Youtube: દિગ્ગજ પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકે બોલિવૂડમાં લાંબી સફર કાપી છે. આજે દુનિયાભરમાં તેના અવાજના કરોડો ચાહકો છે, જે હંમેશા તેને સાંભળવા આતુર હોય છે. પોતાના સુરીલા અવાજથી લોકોના દિલ જીતનાર આ ગાયિકાએ યુટ્યુબ પર એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે, જેના પછી તેના ચાહકોની ખુશીનો કોઈ પાર રહ્યો નથી.

અલ્કા યાજ્ઞિકે 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી વધારે સાંભળવામાં આવેલી ગાયિકા (Alka Yagnik Top Listed Singer on Youtube) નો રેકોર્ડ નોંધાવ્યો છે. વર્ષ 2022 માં તેણીને સૌથી વધુ સાંભળવામાં આવી હતી, જેના કારણે તે વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ગાયિકા બની ગઈ છે.

ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડ્સ અનુસાર, વર્ષ 2022માં, અલ્કા યાજ્ઞિક 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પર સૌથી વધુ સાંભળવામાં આવેલી કલાકાર બની ગઈ છે. એટલું જ નહીં, લિસ્ટમાં એ વાત પણ સામે આવી છે કે સિંગરનું લોકપ્રિય ગીત ‘એક દિન આપ’ વર્ષ 2021 અને 2020માં પણ યુટ્યુબ પર 16.6 અબજ વખત સ્ટ્રીમ કરવામાં આવ્યું છે.

અલ્કા યાજ્ઞિકે BTS-ટેલર સ્વિફ્ટને છોડ્યા પાછળ

ચાર્ટમાસ્ટર અનુસાર, લગભગ 20 ટકા યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ એકલા ભારતના છે. જ્યારે વૈશ્વિક સ્તરે સૌથી મોટો બજાર હિસ્સો માત્ર એશિયાનો છે, ત્યારે દક્ષિણ કોરિયન સુપરસ્ટાર BTS અને બ્લેકપિંક અનુક્રમે 7.95 બિલિયન અને 7.03 બિલિયન સ્ટ્રીમ સાથે ચાર્ટમાં ટોચ પર છે.

ટેલર સ્વિફ્ટ 4.33 બિલિયન, ડ્રેક 50માં સ્થાને 2.9 બિલિયન પર છે. આ ઉપરાંત ભારતીય ગાયક ઉદિત નારાયણ, અરિજિત સિંહ અને કુમાર સાનુ પણ અનુક્રમે 10.8 બિલિયન, 10.7 બિલિયન અને 9.09 બિલિયન સાથે આ યાદીમાં સામેલ છે.

અલકા યાજ્ઞિક વિશે

અલ્કા યાજ્ઞિકે 1990માં મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને આજ સંગીત જગતમાં પોતીની પ્રતિભા પાંગરી રહી છે . ચાર દાયકાની કારકિર્દીમાં તેણે લગભગ 20 હજાર ગીતો ફિલ્મો અને આલ્બમ માટે ગાયા છે. ‘અગર તુમ સાથ હો’ ગીતથી લઈને ‘યુ આર માય સોનિયા’ સુધી, તેણે ઘણા મોટા બ્લોકબસ્ટર ગીતો આપ્યા છે. આ સાથે, તેણીએ બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર માટેના સાત ફિલ્મફેર એવોર્ડ સહિત 36 નોમિનેશન જીત્યા છે.

Published On - 3:06 pm, Sun, 29 January 23