Alia Bhatt Latest Photo: પ્રેગ્નેન્સીના સમાચાર બાદ આલિયા ભટ્ટે શેયર કર્યો નવો ફોટો, ચાહકોએ કહ્યું પેંડા ક્યારે ખવડાવશો

Alia Bhatt Pregnancy Post: તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસ પહેલા આલિયા ભટ્ટે (Alia Bhatt ) પ્રેગ્નેન્સીના સમાચાર ચાહકો સાથે શેયર કર્યા હતા. એક ફોટો શેયર કર્યો હતો, તેમાં રણબીર કપૂર પણ જોવા મળ્યો હતો.

Alia Bhatt Latest Photo:  પ્રેગ્નેન્સીના સમાચાર બાદ આલિયા ભટ્ટે શેયર કર્યો નવો ફોટો, ચાહકોએ કહ્યું પેંડા ક્યારે ખવડાવશો
પ્રેગ્નેન્સીના સમાચાર બાદ આલિયા ભટ્ટે શેર કર્યો નવો ફોટો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 01, 2022 | 7:37 PM

Alia Bhatt Instagram Post: બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે જ્યારથી પ્રેગ્નેસીના સમાચાર ચાહકો સાથે શેયર કર્યા છે, ત્યારથી તેના ફેન્સ આલિયાની એક ઝલક જોવા માટે આતુર થયા છે. આલિયાએ તેના ફેન્સની આ ઈચ્છા પુરી કરી છે, આલિયા ભટ્ટે આજે એટલે કે શુક્રવારના દિવસે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક ફોટો શેયર કર્યો છે, જેમાં તે ખુબ ખુશ નજર આવી રહી છે. આલિયાનો ચહેરો ગ્લો કરી રહ્યો છે અને તેની સ્માઈલ પણ ચાહકોને ખુબ પસંદ આવી છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલમાં લંડનમાં છે, જ્યાં તેની પ્રથમ હોલીવુડ ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

અહીં જુઓ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કર્યો

આલિયા ભટ્ટના આ ફોટા પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે, આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરતા જ ચાહકો આલિયા પાસે મિઠાઈની માગ કરી રહ્યા છે, ચાહકો આલિયા ભટ્ટ મુંબઈ જલ્દી પાછી ફરે તેની રાહ જોઈ રહ્યા છે, આલિયા ક્યારે પાછી મુંબઈ ફરે છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી, તમને જણાવી દઈએ કે આલિયા હાલમાં પ્રેગ્નેન્ટ થવાના સમચાર ફેન્સ સાથે શેયર કર્યા છે.

 

આલિયાના વર્કફન્ટની વાત કરીએ તો તે હોલીવુડ ડેબ્યુ ફિલ્મ સિવાય રણવીર સિંહની સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેમજ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ બંન્ને ફિલ્મ બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે, જેની રિલીઝ થવાની ચાહકો રાહ જોઈ રહ્યા છે

સેલેબ્સની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે

 

 

તમને જણાવી દઈએ કે જ્યારથી આલિયાએ આ સારા સમાચાર સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. તેની પોસ્ટ વાયરલ થઈ રહી છે. સાથે જ, લોકો તેને કોમેન્ટ બોક્સમાં સતત અભિનંદન આપી રહ્યા છે. હવે આલિયા અને રણબીર ટૂંક સમયમાં માતા-પિતા બનશે. બંનેના ચહેરા પર માતા-પિતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. સોનોગ્રાફી તસવીર શેયર કરતાં રણબીર પણ આલિયાની બાજુમાં જોવા મળી રહ્યો છે.