Alia Bhatt Hollywood Debut: હવે આલિયા ભટ્ટ હોલીવુડમાં કરશે ડેબ્યુ, પોતાની ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ શરૂ, કહ્યું- હું ખૂબ જ નર્વસ છું

આલિયા ભટ્ટ (Alia Bhatt) હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી ફિલ્મના શૂટિંગ માટે રવાના થઈ ગઈ છે, જેના વિશે તેણે તેના ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ચાહકોને જાણ કરી છે.

Alia Bhatt Hollywood Debut: હવે આલિયા ભટ્ટ હોલીવુડમાં કરશે ડેબ્યુ, પોતાની ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ શરૂ, કહ્યું- હું ખૂબ જ નર્વસ છું
Alia Bhatt
Image Credit source: Instagram
| Edited By: | Updated on: May 19, 2022 | 5:05 PM

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) તેના લગ્ન બાદ અવારનવાર હેડલાઈન્સમાં જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રીએ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે લગ્નના સાત ફેરા લીધા છે. આલિયાએ પોતાના લગ્નની વિધિ પૂરી કરતા જ ફરી એકવાર પોતાના કામ પર પરત ફરી છે. અભિનેત્રી તેની કારકિર્દીમાં એક નવું અને મહત્વપૂર્ણ પગલું ભરવા માટે ચર્ચામાં આવી છે. આલિયાની એક લેટેસ્ટ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સને પોતાની નવી ઈનિંગ વિશે જાણકારી આપી છે. આ સાથે તેની પોસ્ટ સાથે એક કેપ્શન પણ આપવામાં આવ્યું છે. આલિયાના ચાહકો તેની આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને નવી ઈનિંગની શરૂઆત માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે હાલમાં જ તેના હોલીવુડ ડેબ્યૂ માટે શૂટિંગ શરૂ કર્યું છે. અભિનેત્રીએ હોલીવુડમાં તેના ડેબ્યુ અંગે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેયર કરી છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના હોલીવુડ ડેબ્યુ વિશેની માહિતી શેયર કરતા લખ્યું કે આજે હું મારી પ્રથમ હોલીવુડ ફિલ્મના શૂટિંગ માટે રવાના થઈ ગઈ છું. આ દરમિયાન, હું સંપૂર્ણપણે ન્યુ કમર વાળી ફિલીંગ આવી રહી છે. વધુમાં તેણે લખ્યું કે એવું લાગે છે કે આ ફરી એક નવી શરૂઆત છે. હું આને લઈને ખૂબ જ નર્વસ છું. ઉપરાંત, અભિનેત્રીએ તેના ચાહકોને તેના આશીર્વાદ આપવા અને વધુ સારું કરવા માટે અપીલ કરી હતી.

આલિયા ભટ્ટની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અહીં જુઓ:

આલિયા હોલીવુડ પહેલા આ ફિલ્મમાં કામ કરી રહી હતી

બોલિવૂડ વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો આલિયા કરણ જોહરની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના પ્રોજેક્ટ પર પણ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મનું શૂટિંગ મેથી ઓગસ્ટ સુધી ચાલશે

જો અહેવાલોનું માનીએ તો આલિયા ભટ્ટે તેની હોલીવુડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિનેત્રી ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનથી હોલીવુડમાં તેની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા સ્પાય થ્રિલરના મેરેથોન શેડ્યૂલ માટે યુકે જવા રવાના થઈ ગઈ છે. જ્યાં તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ટોમ હાર્પરની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ મેથી ઓગસ્ટ સુધી ચાલશે.

બોલિવૂડની બીજી ફિલ્મનું શૂટિંગ કરશે

આટલું જ નહીં આલિયાના હોલિવૂડ ઉપરાંત બોલિવૂડમાં પણ ઘણા પ્રોજેક્ટ છે. હોલિવૂડ ફિલ્મના શૂટિંગ પછી અભિનેત્રી ફરહાન અખ્તરની ફિલ્મ ઝી લે ઝરાનું શૂટિંગ શરૂ કરશે.