દીપિકા પાદુકોણના આઉટફીટ પર છે આલિયા ભટ્ટની નજર, જુઓ એક નહીં પણ ઘણીવાર કરી છે આઉટફીટની કોપી

Deepika Padukone And Alia Bhatt: બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને આલિયા ભટ્ટ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. એવામાં હવે આલિયાના લુક ને લઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે દીપિકાની કોપી કરે છે.

દીપિકા પાદુકોણના આઉટફીટ પર છે આલિયા ભટ્ટની નજર, જુઓ એક નહીં પણ ઘણીવાર કરી છે આઉટફીટની કોપી
Deepika Padukone - Alia Bhatt
| Edited By: | Updated on: May 13, 2023 | 11:13 PM

બોલિવુડની એક્ટ્રેસ તેમની માઈન્ડ બ્લોઇંગ એક્ટિંગની સાથે સાથે તેમની લાજવાબ ફેશન સેન્સને લઈને ખૂબ જ મહેનત કરે છે. બોલિવુડની આ બ્યુટીફૂલ એક્ટ્રેસે એ વાતનું ખૂબ જ ધ્યાન રાખે છે કે ક્યારે શું પહેરવું. કેમ કે અભિનેત્રીઓના તમામ ચાહકો તેમના લુક અને તેમના આઉટફીટની કોપી કરતા હોય છે અને આ વસ્તુ એકદમ સામાન્ય છે માત્ર ત્યાં સુધી જ્યાં સુધી તેમના ચાહકો આ વસ્તુને ફોલો કરે છે અને આ જ વસ્તુ જ્યારે કોઈ બીજી બોલિવુડ એક્ટ્રેસ કરે તો ત્યારે તેને ઘણા અપશબ્દો સાંભળવા પડે છે તથા અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં ટ્રોલિંગ પણ એટલું જ કરવામાં આવે છે.

આજે અમે બોલીવુડની બે ટોપની અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણ વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાના દેશને ગૌરવ અપાવ્યું છે.પોતાની એકથી વધુ ફિલ્મો દ્વારા તેણે પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. બીજી અભિનેત્રી આલિયા ભટ્ટ છે. જેઓએ પોતાની સખત મહેનતથી લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આલિયા ભટ્ટે પોતાની એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા છે. એવામાં લોકો તેની ફેશન સેન્સ પર ઘણા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

આલિયા ભટ્ટ પર કોપીકેટનો આરોપ છે કે તે દીપિકા પાદુકોણના લુકને એક વાર નહીં પરંતુ ઘણી વખત કોપી કરતી જોવા મળી છે. તો આજે એવી જ એક વાત તમને જણાવી રહ્યા છે કે આલિયાએ કેટલી વાર દીપિકાના લુકની કોપી કરી છે. હાલમાં દીપિકા અને આલિયાની દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોશૂટમાં દીપિકાએ સફેદ રંગનું લોંગ બ્લેઝર અને પેન્ટ પહેર્યું છે.

આલિયાના લુકની વાત કરીએ તો તેણે સફેદ લોંગ બ્લેઝર અને ફોર્મલ પેન્ટ પણ પહેર્યું છે. જો બંનેની તસવીરો એકસાથે જોવા મળે તો એવું કહેવું ખોટું નહીં હોય કે બંને સુંદરીઓનો લુક એકદમ સરખો છે. બીજા આઉટફિટની વાત કરીએ તો, દીપિકાએ કાન્સમાં ગ્રીન કલરનું ટુલ ગાઉન પહેર્યું હતું.અને તાજેતરમાં જ આલિયાએ એક મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જ્યાં તેણે પણ દીપિકા જેવો જ આઉટફિટ પહેર્યો છે.

આ પણ વાંચો : Parineeti-Raghav Engagement: પરિણીતી-રાઘવની સગાઈ- દુલ્હે રાજાનો ઈનસાઈડનો Video થયો વાયરલ

આ સિવાય આલિયા ઘણી વખત દીપિકા જેવા ડ્રેસ પહેરેલી જોવા મળી છે. આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સને એ વાત પસંદ નથી આવી રહી કે આલિયા બીજી દીપિકા બનવાની કોશિશ કરી રહી છે. ઘણીવાર સોશિયલ મીડિયા યુઝર્સ આલિયા ભટ્ટના ફોટા પર કોમેન્ટ કરતા કહે છે કે દીપિકાની કોપી કરવાનું બંધ કરો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો