ન્યૂયોર્કમાં પાપારાઝીએ ખાધી થાપ, આલિયા ભટ્ટને ગણાવી ઐશ્વર્યા, એક્ટ્રેસે આપ્યું આવું રિએક્શન, જુઓ Video

|

May 03, 2023 | 7:40 PM

આલિયા ભટ્ટનો (Alia Bhatt) એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રેડ કાર્પેટ પર પોઝ આપતી અને ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન વીડિયોમાં કેટલાક પાપારાઝી તેને ઐશ્વર્યા રાય કહીને બોલાવી રહ્યા છે.

ન્યૂયોર્કમાં પાપારાઝીએ ખાધી થાપ, આલિયા ભટ્ટને ગણાવી ઐશ્વર્યા, એક્ટ્રેસે આપ્યું આવું રિએક્શન, જુઓ Video
Alia bhatt

Follow us on

બોલિવુડની જાણીતી એક્ટ્રેસ આલિયા ભટ્ટે મેટ ગાલા 2023માં ભારતીય ડિઝાઈનર પ્રબલ ગુરુંગ દ્વારા એક લાખ મોતીના બનેલા સફેદ ગાઉન પહેરીને શાનદાર ડેબ્યૂ કર્યું હતું. એક્ટ્રેસ આ આઉટફિટમાં સુંદર લાગી રહી હતી, પરંતુ રેડ કાર્પેટ પર ન્યૂયોર્ક પાપારાઝીએ તેને ઐશ્વર્યા રાય બચ્ચન સમજી લીધી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાપારાઝી આલિયાને કહી ઐશ્વર્યા

આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રેડ કાર્પેટ પર પોઝ આપતી અને ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન વીડિયોમાં કેટલાક પાપારાઝી તેને ઐશ્વર્યા રાય કહીને બોલાવી રહ્યા છે. વીડિયોમાં પાછળથી પાપારાઝીનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે.

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

અહીં જુઓ વીડિયો

આલિયાએ આપ્યો શાનદાર પોઝ

આલિયાએ પરિસ્થિતિને ખૂબ જ સુંદર રીતે સંભાળી અને તેના ચહેરા પર હંમેશાની જેમ સ્માઈલ આપી અને કેમેરા સામે પોઝ આપવાનું ચાલુ રાખ્યું. તે દરમિયાન ડિઝાઈનર પ્રબલ પણ એક્ટ્રેસનો ડ્રેસ ફિક્સ કરતો જોવા મળ્યો હતો.

યુઝર્સે કરી કોમેન્ટ

આ ઘટનાએ લોકોને નીતા મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરની યાદ અપાવી જ્યાં ભારતીય પાપારાઝી ટોમ હોલેન્ડ, ગીગી હદીદ, ઝેન્ડાયા અને નિક જોનસને ખોટા નામથી બોલાવતા હતા. પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ બંનેની સરખામણી કેવી રીતે થઈ શકે, મતલબ તમે પહેલા ઐશ્વર્યા અને પછી આલિયાને જુઓ. અન્ય યુઝરે લખ્યું છે કે તે ખૂબ જ નિરાશ છે. તેણીને ગાલામાં કોણે મોકલ્યું, શું શરમજનક છે. ઓછામાં ઓછું તેઓ દીપિકા, કંગના, ઐશ અને સોનમને મોકલી શક્યા હોત.

આ પણ વાંચો : સુષ્મિતા સેનને તાલીની સ્ક્રિપ્ટ નક્કી કરવામાં કેમ લાગ્યો 6 મહિનાનો સમય? જાણો કારણ

એક લાખ મોતીઓથી બનેલું છે આલિયાનું ગાઉન

તમને જણાવી દઈએ કે એક્ટ્રેસે તેના વ્હાઈટ ગાઉન વિશે માહિતી શેર કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે આ ગાઉન એક લાખ મોતીથી તૈયાર કરવામાં આવ્યો છે. આલિયા ટૂંક સમયમાં ફિલ્મ રોકી અને રાનીની પ્રેમકહાનીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article