Alia Bhatt Pregnant : કપૂર પરિવારમાં ગુંજશે કિલકારી, માતા બનવા જઈ રહી છે આલિયા ભટ્ટે ફોટો શેર કરી માહિતી આપી

Alia Bhatt Pregnant:આલિયા ભટ્ટે (Alia Bhatt)પોતાના લગ્નના 2 મહિના બાદ ગુડ ન્યુઝ આપ્યા છે, અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર માતા બનવાના સમાચાર શેર કર્યા છે

Alia Bhatt Pregnant : કપૂર પરિવારમાં ગુંજશે કિલકારી, માતા બનવા જઈ રહી છે આલિયા ભટ્ટે ફોટો શેર કરી માહિતી આપી
આલિયા અને રણબીર ટુંક સમયમાં જ મમ્મી-પપ્પા બની જશે
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jun 27, 2022 | 12:12 PM

Alia Bhatt Pregnant: બોલિવુડ અભિનેતા રણબીર કપૂર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ કેટલાક મહિના પહેલા જ લગ્નના બંધનમાં બંધાયા હતા, 2 મહિના બાદ આલિયા ભટ્ટે (Alia Bhatt)ગુડ ન્યુઝ આપ્યા છે, સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે માતા બનવાની ખુશી શેર કરી છે,અભિનેત્રીની આ પોસ્ટ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે.  અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ (Instagram)પર હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે બેડ પર સૂતી જોવા મળી રહી છે. આ સુંદર ફોટો ચાહકો સાથે શેર કરતાં આલિયા ભટ્ટે જણાવ્યું છે કે, ટૂંક સમયમાં જ તેનું બાળક આ દુનિયામાં આવવાનું છે.

આલિયા ભટ્ટે આ પોસ્ટ કરી હતી

 

આલિયા ભટ્ટે એક સુંદર ફોટો સાથે જાહેરાત કરી છે કે, તેનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. આ ફોટોમાં આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે હોસ્પિટલમાં જોવા મળી રહી છે. અને બંને ડિસ્પ્લેમાં તેમના આવનાર બાળકની ઝલક જોઈ રહ્યા છે. આ દરમિયાન આલિયાના ચહેરા પર ખૂબ જ ક્યૂટ સ્માઈલ જોવા મળી રહી છે.

પોસ્ટ પર માતા અને નણંદનું રિએક્શન સામે આવ્યું

આલિયા ભટ્ટે અને પતિ રણબીર કપૂરે માતા-પિતા બનવાની જાહેરાત કરી છે, આ પોસ્ટ શેર કરતા જ ચાહકો અને પરિવારના રિએક્શન સામે આવી રહ્યા છે, અભિનેત્રીની માતા રાજદાન અને નણંદ રિદ્ધિમાએ પણ શુભકામના પાઠવી છે

આલિયા અને રણબીર ફિલ્મમાં પહેલી વાર સાથે જોવા મળશે

રણબીર કપૂરે 14 એપ્રિલે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ વર્ષે આ કપલ પહેલીવાર ફિલ્મમાં સાથે જોવા મળશે. બંને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. તેમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે. બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.ટ્રેલરમાં રણબીર અને આલિયાની જબરદસ્ત કેમેસ્ટ્રી દેખાડવામાં આવી છે. જે દર્શકોનું ખુબ મનોરંજન કરનાર છે, આલિયાને પહેલી વાર જોતા જ રણબીર તેના પ્રેમમાં પડી જાય છે. અચાનક આલિયાને રણબીરની શક્તિઓની જાણ થાય છે, અભિનેતા આલિયાને જણાવે છે કે, તેનો આગ સાથે ખાસ સંબંધ છે