આલિયા અને બિપાશાએ પ્રેગનન્સી દરમિયાન પહેરી હતી હીલ્સ, ફેન્સને ન આવ્યું પસંદ, આપી આ સલાહ

આલિયા (Alia) ભટ્ટ અને બિપાશા બાસુ (Bipasha Basu) પહેલીવાર માતા બનવા જઈ રહી છે. તે તેના આવનારા બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે. જો કે હાલમાં જ બંને સોશિયલ મીડિયા પોતાના ફેન્સ દ્વારા ટ્રોલ થઈ રહ્યા છે.

આલિયા અને બિપાશાએ પ્રેગનન્સી દરમિયાન પહેરી હતી હીલ્સ, ફેન્સને ન આવ્યું પસંદ, આપી આ સલાહ
Alia Bhatt
| Edited By: | Updated on: Oct 04, 2022 | 7:48 AM

બોલિવૂડ સેલિબ્રિટીઝની (Bollywood celebrities) વાત કરીએ તો તેમની લાઈફ હંમેશા ફેન્સ માટે ચર્ચાનો વિષય રહી છે. તેઓ શું પહેરે છે, શું ખાય છે, તેઓ કોની સાથે મેરેજ કરી રહ્યા છે, આ બાબતો વિશે દરેકને ઉત્સુકતા હોય છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, માત્ર ચાહકો જ નહીં પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વસ્તુઓ પર નજર રાખે છે અને ઘણી વખત મનોરંજન ઉદ્યોગના આ ચહેરાઓને તેમની નાની-નાની વાતો માટે પણ ટ્રોલર્સ દ્વારા નિશાન બનાવવામાં આવે છે. હાલમાં જ ટ્રોલર્સે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ (Bipasha Basu) અને આલિયા ભટ્ટ (Alia) પર નિશાન સાધ્યું છે.

તાજેતરમાં જ બિપાશા બાસુએ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે તેના ખાસ મિત્ર અને અભિનેતા અયાઝ ખાનની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીના સ્થળની બહાર ફોટોગ્રાફર્સ પણ હાજર હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટામાં બિપાશા હીલ્સ પહેરેલી જોવા મળી રહી છે. કેટલાક ઈન્ટરનેટ યુઝર્સ બિપાશાને આ રીતે હીલ્સ પહેરેલી પસંદ નથી કરી રહ્યા અને આ જ કારણ છે કે ફેન્સ બિપાશા બાસુને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. તેનું કહેવું છે કે અભિનેત્રી બાળક પ્રત્યે બેદરકાર છે.

અહીં આલિયા ભટ્ટ (Alia) અને બિપાશાના (Bipasha Basu) કેટલાક વીડિયો છે

માત્ર બિપાશા જ નહીં, આલિયા ભટ્ટ પણ આ કારણે ટ્રોલ થઈ હતી. બ્રહ્માસ્ત્રના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટ હીલ્સ પહેરેલી જોવા મળી હતી. તેનો આ વીડિયો જોઈને એક ફેન લખે છે કે ‘તેઓ બધા પ્રેગ્નન્સી દરમિયાન હીલ્સ કેમ પહેરે છે. આલિયા પણ પહેરે છે. આ એકદમ વિચિત્ર છે’. તો અન્ય એક ફેન લખે છે કે ‘આ લોકો પ્રેગ્નેન્સીમાં હિલ્સ કેવી રીતે પહેરે છે, શું ડોકટરો ના નથી પાડતા? તેમનો ફેસ જૂઓ, તેઓ કેટલી અનકમ્ફર્ટેબલ લાગે છે. તેઓએ પોતાના બાળકના ભલા માટે આ બધું કરવાથી બચવું જોઈએ.

આલિયા ભટ્ટ અને બિપાશા પહેલીવાર માતા બનવા જઈ રહી છે

તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને બિપાશા બાસુ પહેલીવાર માતા બનવા જઈ રહી છે. બંને પોતાના બાળક માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે. પરંતુ પબ્લિક ફિગર હોવાના કારણે તેમનું જીવન હંમેશા લોકોની સામે રહે છે. જો કે, ફેન્સના આ ટ્રોલિંગની તેના પર શું અસર થાય છે અને તે આ અંગે કોઈ જવાબ આપે છે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે.