Akshay Kumar : દીકરીના જન્મદિવસ પર અક્ષય કુમારે ફેન્સને આપ્યું સરપ્રાઈઝ, કહ્યું- આવતીકાલે કંઈક ખાસ છે…

હાલમાં જ અક્ષય કુમારે (Akshay Kumar) તેની પુત્રી નિતારા (Nitara) માટે એક પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, અભિનેતાની પુત્રીનો જન્મદિવસ છે.

Akshay Kumar : દીકરીના જન્મદિવસ પર અક્ષય કુમારે ફેન્સને આપ્યું સરપ્રાઈઝ, કહ્યું- આવતીકાલે કંઈક ખાસ છે...
Akshay Kumar
| Edited By: | Updated on: Sep 26, 2022 | 7:19 AM

ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે (Akshay Kumar) હાલમાં જ એક એવી પોસ્ટ શેર કરી છે, જેના કારણે તે ચર્ચામાં છે. અક્ષયે તેની પુત્રી નિતારા માટે ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આજનો દિવસ અક્ષય માટે પણ ખાસ છે. કારણ કે આજે નિતારા તેનો 10મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર અક્ષયે સોશિયલ મીડિયા (Social media) પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. અભિનેતાના ચાહકો હવે તેના પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે અભિનેતાએ ચાહકોને કેટલીક ખાસ સૂચનાઓ પણ આપી છે.

અક્ષય કુમારે પણ પોતાની દીકરી માટે ઈમોશનલ પોસ્ટ લખીને ચાહકોને કંઈક સરપ્રાઈઝ આપ્યું છે. અભિનેતાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, ફોટો વીડિયો શેર કરતા અભિનેતાએ લખ્યું છે કે, મારો હાથ પકડવાથી લઈને હવે મારી શોપિંગ બેગ પકડવા સુધી, મારી બાળકી ખૂબ જ ઝડપથી મોટી થઈ રહી છે. આજે 10 વર્ષ થયા. આ જન્મદિવસ માટે મારી શુભેચ્છાઓ અને તમારી પાસે હંમેશા વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ મળી રહે. પપ્પા તમને ખૂબ પ્રેમ કરે છે. આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ શેર કરી છે.

અક્ષય કુમારની પોસ્ટ અહીં જુઓ……

પહેલા પણ પુત્રી માટે કરી હતી પોસ્ટ

અક્ષય ઘણીવાર તેની પુત્રી પ્રત્યેનો પ્રેમ દર્શાવતો જોવા મળે છે. થોડાં દિવસો પહેલા, અક્ષયે એમ્યુઝમેન્ટ પાર્કમાંથી તેની પુત્રી સાથેની એક તસવીર શેર કરી હતી. આ સિવાય તેણે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે અક્ષય અને નિતારાને પકડીને ચાલતા જોઈ શકાય છે.

અક્ષય આ પ્રોજેક્ટ્સ પર કરી રહ્યો છે કામ

વર્ક ફ્રન્ટ પર, અક્ષય કુમાર છેલ્લે Disney+Hotstar પર કઠપૂતળીમાં જોવા મળ્યો હતો. મોટા પડદા પર તે બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ અને રક્ષાબંધન જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. આ પછી, અભિનેતા પાસે ઓહ માય ગોડ 2, રામ સેતુ અને સેલ્ફી જેવી કેટલીક ફિલ્મો છે.