શું અક્ષય કુમારની ‘રામ સેતુ’-અજય દેવગનની ફિલ્મ ‘થેંક ગોડ’ પર ભારે થશે ? જાણો કેટલું એડવાન્સ થયું બુકિંગ

|

Oct 23, 2022 | 9:12 AM

દિવાળીમાં ચાહકોને બોલિવૂડમાંથી (Bollywood News) મોટા ન્યુઝ મળવાના છે. આ ખાસ અવસર પર એક નહીં પરંતુ બે ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. બંને ફિલ્મોમાં કોણ બેસ્ટ સાબિત થાય છે અને વધારે રેટ મળે તે જોવું રસપ્રદ રહેશે.

શું અક્ષય કુમારની રામ સેતુ-અજય દેવગનની ફિલ્મ થેંક ગોડ પર ભારે થશે ? જાણો કેટલું એડવાન્સ થયું બુકિંગ
ram setu Akshay Kumar

Follow us on

ભારતમાં દરેક તહેવાર ખાસ હોય છે, પરંતુ જ્યારે દિવાળીની વાત આવે છે, ત્યારે આ સમય મનોરંજન ઉદ્યોગ (Entertainment Industry) માટે ખૂબ જ સારો છે. એવું માનવામાં આવે છે કે, દિવાળી (Diwali) પર રિલીઝ થયેલી ફિલ્મો ક્યારેય ફ્લોપ થતી નથી. મોટા બજેટની બોલિવૂડ ફિલ્મો દર વર્ષે દિવાળી પર રિલીઝ થાય છે. આ વર્ષે પણ બોલિવૂડ પોતાની આગવી રીતે દિવાળીની ઉજવણી કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, દિવાળીના દિવસે એટલે કે 25 ઓક્ટોબરે બોલિવૂડની બે મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, અજય દેવગનની (Ajay Devgn) ફિલ્મ થેંક ગોડ અને અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ રામ સેતુ.

અજય અને અક્ષયની ફિલ્મો વચ્ચેની ટક્કર શાનદાર રહેવાની છે. કારણ કે બંને લાંબા સમયથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મોના પ્રી-બુકિંગની વાત કરીએ તો બંને ફિલ્મો લગભગ સમાન સ્તરે છે. દર્શકોએ ફિલ્મોને લઈને ખાસ ઉત્સાહ દર્શાવ્યો નથી. લાગે છે કે, હવે દર્શકોનું મન બોલિવૂડથી દૂર થઈ રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફિલ્મની વાર્તા લાજવાબ

એક પછી એક ફિલ્મો ફ્લોપ થયા બાદ કલાકારોના મનમાં ક્યાંક ને ક્યાંક એવું આવ્યું છે કે તેમની ફિલ્મોનો બહિષ્કાર પણ કરી શકાય છે. ફિલ્મ થેંક ગોડની વાત કરીએ તો અજય દેવગન ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે, આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા ખૂબ જ ગુસ્સાવાળો વ્યક્તિ છે અને તેનું અકસ્માતમાં મૃત્યુ થાય છે. ત્યારબાદ તે સ્વર્ગમાં પહોંચે છે, જ્યાં તેને ચિત્રગુપ્ત અજય દેવગન તરીકે દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા લાજવાબ છે અને નિર્માતાઓને આશા છે કે, તે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે.

અક્ષય કુમારની ફિલ્મ ટૂંક સમયમાં થશે રિલીઝ

આ જ આશા કુમારની ડ્રામા ફિલ્મ ‘રામ સેતુ’ અક્ષય કુમાર માટે વરદાન સાબિત થઈ શકે છે. કારણ કે આ વર્ષે અક્ષયની બંને ફિલ્મો પૃથ્વીરાજ ચૌહાણ અને રક્ષાબંધન બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે. બંને ફિલ્મોમાં કોણ બેસ્ટ સાબિત થાય છે અને કોણ બેસ્ટ છે તે જોવું રસપ્રદ રહેશે.

Next Article