Ram Setu Teaser : રસપ્રદ છે અક્ષય કુમારની ‘રામ સેતુ’નું ટીઝર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

અક્ષય કુમારની સાથે તેના ચાહકોને પણ ખિલાડીની આગામી ફિલ્મ રામ સેતુ પાસેથી ઘણી આશાઓ છે. અક્ષયે તેની પુત્રીના જન્મદિવસ પર ફિલ્મ રામ સેતુનું પોસ્ટર શેર કર્યું છે.

Ram Setu Teaser : રસપ્રદ છે અક્ષય કુમારની રામ સેતુનું ટીઝર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
રસપ્રદ છે અક્ષય કુમારની 'રામ સેતુ'નું ટીઝર
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 26, 2022 | 2:42 PM

Ram Setu Teaser : અક્ષય કુમારે (Akshay Kumar) પોતાની ફિલ્મ રામ સેતુનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરની સાથે ફિલ્મની રિલીઝ ડેટને લઈને પણ ખુલાસો કર્યો છે. બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમારની લગભગ દર મહિને એક તો નવી ફિલ્મ રિલીઝ થતી જ હોય છે. બોક્સ ઓફિસ હોય કે પછી ઓટીટી હો અક્ષય કુમારની ફિલ્મ દરેક પ્લેટફોર્મના ઓડિયન્સને આકર્ષિત કરવામાં સફળ સાબિત થયો છે. અક્ષય કુમારની ફિલ્મ માટે 100 કરોડનો બિઝનેસ કરવો કોઈ મોટી વાત નથી પરંતુ આ વર્ષે અક્ષય કુમારની સાથે બોલિવુડની સફળ મુશ્કિલીમાં રહી છે.

એક સુપર હિટ ફિલ્મની અક્ષય કુમાર રાહ જોઈ રહ્યા છે

વર્ષ 2022માં અત્યાર સુધી બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષાબંધન અને કઠપૂતળીને લઈ 4 ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. કઠપૂતળી ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી પરંતુ કઠપૂતળી ફિલ્મ બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. અક્ષય કુમારની સાથે તેના ચાહકો પણ ખેલાડીની આવનારી ફિલ્મ રામ સેતુ સાથે ખુબ આશા છે. અક્ષય કુમારે પોતાની પુત્રીના જન્મદિવસ પર ફિલ્મ રામ સેતુનું નવું પોસ્ટર શેર કર્યું છે.

ખુબ જ દિલચસ્પ છે રામસેતુ ફિલ્મ

અક્ષય કુમારની ફિલ્મ રામસેતુ 25 ઓક્ટોમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મની પ્રથમ ઝલક આજે જોવા મળી છે. અક્ષય કુમારની આ ફિલ્મમાં નુસરત ભરુચા અને જૈકલિન ફર્નાન્ડિસ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. અભિષેક શર્માએ રામ સેતુનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મની સ્ટોરીમાં રામાયણના ઈતિહાસ સાથે પ્રેરિત છે. ભારતીય સંસ્કૃતિ સાથે પ્રેરિત સ્ટોરી જોવા માટે દર્શકો ઉત્સાહિત છે. અક્ષય કુમાર સાથે તેની આ બીજી ફિલ્મ હશે. નુસરત અક્ષય કુમારની ‘રામ સેતુ’માં પણ જોવા મળશે. આ ફિલ્મ અક્ષયના પોતાના પ્રોડક્શનમાં બની રહી છે અને તેનું નિર્દેશન અભિષેક શર્મા કરી રહ્યા છે.

ગઈકાલે આપ્યા હતા સારા સમાચાર

ગઈકાલે તેની પુત્રી નિતારાના જન્મદિવસ પર અક્ષય કુમારે ચાહકોને કહ્યું હતું કે આવતીકાલે અમે તમારા બધા માટે કંઈક ખાસ લઈને આવી રહ્યા છીએ. આશા છે કે તમને ગમશે.