BoycottRakshabandhan પર અક્ષય કુમારે પોતાનું તોડ્યું મૌન, જાણો હેટર્સને શું કહ્યું

અક્ષય કુમારની (Akshay kumar) ફિલ્મ રક્ષાબંધનને આનંદ એલ રાયે ડાયરેક્ટ કરી છે. અક્ષય કુમારની આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષયનો બોન્ડ તેની ચાર બહેનો સાથે જોવા મળશે. પરંતુ રિલીઝ પહેલા #BoycottRakshaBandhan ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે અક્ષયે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

BoycottRakshabandhan પર અક્ષય કુમારે પોતાનું તોડ્યું મૌન, જાણો હેટર્સને શું કહ્યું
Raksha Bandhan
| Edited By: | Updated on: Aug 09, 2022 | 3:25 PM

અક્ષય કુમારની (Akshay kumar) ફિલ્મ રક્ષાબંધન (RakshaBandhan) 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. ભાઈ-બહેનનો પ્રેમ અને સુંદર સંબંધો પર આધારિત આ ફિલ્મને લઈને અક્ષય કુમાર ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ રિલીઝ પહેલા જ અક્ષય કુમારની ફિલ્મને બોયકોટ કરવાની ચર્ચા છે. ટ્વિટર પર #BoycottRakshabandhan ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે અક્ષય કુમારે આ વિશે પોતાનું મૌન તોડ્યું છે અને હેટર્સને જવાબ આપ્યો છે. અક્ષય કુમારે બોયકોટ ટ્રેન્ડ પર વાત કરતાં હવે ટ્રોલ્સને રિક્વેસ્ટ કરી છે કે આવી વસ્તુઓને ટ્રેન્ડ ન કરો, કારણ કે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી દેશની અર્થવ્યવસ્થાને મદદ કરે છે. બોયકોટ ટ્રેન્ડ પર અક્ષય કુમારે કહ્યું- કેટલાક લોકો એવા છે જે આ બધું કરે છે. તેઓ તોફાન કરી રહ્યા છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. આ એક આઝાદ દેશ છે. દરેકને જે કરવું હોય તે કરવાની સ્વતંત્રતા છે.

તેણે આગળ કહ્યું- હું કહેવા માંગુ છું કે કોઈપણ ઈન્ડસ્ટ્રી, પછી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે કપડાંની ઈન્ડસ્ટ્રી, આ બધું ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે. આવી વાતો કરવાનો કોઈ અર્થ નથી. આપણે બધા આપણા દેશને સૌથી મોટો અને મહાન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. હું આમાં સામેલ ન થવા વિનંતી કરીશ, કારણ કે તે આપણા દેશ માટે વધુ સારું રહેશે.

અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનને આનંદ એલ રાયે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષયનો બોન્ડ તેની ચાર બહેનો સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય સિવાય ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા સાથે ટકરાઈ રહી છે. આમિરની ફિલ્મની પણ બોયકોટ કરવાની ચર્ચા છે. હવે જોઈએ કે કઈ ફિલ્મને દર્શકોનો વધુ પ્રેમ મળે છે.

અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીયે તો આ મહિનાની શરૂઆતમાં, અક્ષય કુમારની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે પાઘડી પહેરેલી દાઢીમાં જોવા મળ્યો હતો. અક્ષય કુમાર આ ફિલ્મમાં અમૃતસરના માઇનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવે છે, જેમણે પશ્ચિમ બંગાળના રાણીગંજમાં 1989માં વિનાશક કોલસાની ખાણમાં ભંગાણ વખતે 65 ખાણિયાઓને બચાવ્યા હતા. આ ફિલ્મને ટીનુ સુરેશ દેસાઈ ડાટરેક્ટ કરી રહ્યા છે.